www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ ભાવનગર

ભાવનગર જીલ્લા માંથી કોઈને પ્રદેશ પ્રમુખ કોઈને કેન્દ્રિય મંત્રી બનાવી દે તે પાટીદાર સમાજનું કે ભાવનગર જીલ્લા નું ગૌરવ નથી: હાર્દિક પટેલ

પાટીદાર સમાજ અનામત આંદોલન સમીતીના અધ્યક્ષ અને લડાયક નેતૃત્વ માટે પ્રખ્યાત હાર્દિક પટેલ બે દિવસ માટે ભાવનગર જિલ્લાના પ્રવાસે હોય આજે સવારે સૌ પ્રથમ વલ્લભીપુર કાતે સભા યોજી બાદમાં સિહોર મહુવા અને સાંજે ગારિયાધારમાં સભાઓ ગજવી હતી.વલ્લભીપુર ખાતે નિયત સમય કરતા પોણો કલાક લેટ હાર્દિક પટેલનું આગમન થયુ હતું વલભીપુર તથા આસપાસના અન્ય ગામોના નવ યુવાનો તથા પાટીદાર સમાજના વડીલોએ આવકાર્યો હતો તો બીજી તરફ નાની બાળાઓએ હાર્દિક સહિતના અન્ય હોદ્દેદારોનું નાની બાળાઓએ સામૈયુ કરી પરંપરાગત અતિથી સત્કારની પરંપરા મુજબ પાસ આગેવાનોની આગતા સ્વગતા કરી સંબોધતા હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસની તાનાશાહીએ સમાજે ખુબ સહન કર્યુ છે. પરંતુ હવે સમગ્ર સમાજ એક બની નિડરતાપૂર્વક સામનો કરશે કેન્દ્ર તથા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.બાદ સિહોરના સણોસરા ટાણા સભા યોજી હતી, હાર્દિકની જિલ્લામાં એન્ટ્રી સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જો કે હાર્દિકે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ઘણા લોકો અમને પૂછે છે કે અનામત આદોલન થી શું મળ્યું,તો તેને નલીન કોટડીયા ને અનુલક્ષી ને જણવ્યું કે અમને અનામત થી ૪૪ બાઘડબિલ્લા માંથી એક સિંહ મળ્યો છે, પાટીદારના ૪૪ ધારાસભ્ય હોવા કે પાટીદારના મુખ્યમંત્રી હોવો એ સમાજ નું ગૌરવ નથી, ભાવનગર જીલ્લા માંથી કોઈને પ્રદેશ પ્રમુખ કોઈને કેન્દ્રિય મંત્રી બનાવી દે તે પાટીદાર સમાજનું કે ભાવનગર જીલ્લા નું ગૌરવ નથી, ભલે વિધાનસભામાં પાટીદારના ચાર જ ધારાસભ્ય હોય પરંતુ માંડવી કાંડ જેવી ઘટનામાં ચારેય ધારાસભ્ય રાજીનામાં આપી માંડવી આવી જાય તે સમાજ નું ગૌરવ છે. વધુમાં તેને જાન્વ્યું હતું કે જણાવ્યું હતું કે જે રીતે સરકાર દ્વારા દાદાગીરી થી જનતા ને અને ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે તેની સામે અમે આ લોકો સામે છાતી ઠોકીને લડીને સામનો કરવાના છીએ અને આવાજ ઉઠાવીશું, અમે ભાવનગર જીલ્લાના નાના-ગામડામાં જઈ સભા કરી લોકોમાં આનામત મુદ્દે જાગૃતતા લાવીશું વલભીપુર બાદ સિહોર તાલુકામાં એન્ટ્રી થઇ હતી ઘાંઘળી ગામે પાટીદાર સમાજ દ્વારા ઢોલ નગારા ફુલ હાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતુ ત્યાં થી રવાના થઇને વડિયા’ ઉસરડ’ નાના સુરકા’ સોનગઢ’ આંબલા’ સણોસરા’ ત્યાં બાદ મોટા સુરકા સિહોર વડલા ચોક સહીત વિવિધ જગ્યાઓ પર ઠેરઠેર જગ્યાઓ પર સ્વાગત કરાયું હતું જયારે હાર્દિક પટેલ સાથે વિશાલ કાફલો જોડાયો હતો.સણોસરા અને ટાણા ગામે સભા સંબોધી હતી અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.