www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મહુવામાં નિયમિત પાણીનું વિતરણ દીવાસ્વપ્ન સમાન

મહુવા જળસંગ્રહની વૈકલ્પિક વ્યવસ્થાનું આગોતરૃ આયોજન જરૃરી બન્યુ છે. અહી શહેરમાં નિયમિત પાણી વિતરણ એક દીવાસ્વપ્ન સમાન બનીગયુ છે. તંત્રવાહકો પ્રતિદિન પાણી વિતરણ કરી શકતા નથી. રોજરોજ પાણી મળતુ ત્યાં એકાંતરે થયુ અને હવે ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે. આગામી સમયમાં પાણી માટે વિકટ સમસ્યા ઉભી થવાની સંભાવના હોવાથી નગરજનોમાં ભારે નારાજગી જોવા મળે છે.

મહુવામાં પાણી વિતરણ માટે એજન્સીઓ દ્વારા નાંખવામાં આવેલ નવી પાઈપ લાઈનમાં હજુ કામગીરી બાકી છે. શહેરમાં પ્રતિદિન ૧૨ થી ૧૪ એમએલડી પાણીની જરૃરિયાત છે. અહિ કોર્મિશયલ અને ઘરેલુ ૧૩ હજાર જેટલા કનેક્શનો છે. લાઈનો ભંગાણ અને ટેકનિકલ ફોલ્ટ કાયમી બન્યા છે. તંત્રવાહકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી શિયાળો હોવા છતા ત્રણ દિવસે પાણી અપાય છે. મહી પરિએજ પાણીનો જથ્થો વધારવા અને પાણી સ્ટોરેજ માટે આવશ્યક વ્યવસ્થાઓ કરવી જરૃરી છે.

બે ઝોનમાં થતુ પાણીનું વિતરણ

મહુવા શહેરને અલગ અલગ ૬ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. બે ઝોનમાં પ્રતિદિન પાણી અપાઈ તો બે દિવસે પાણી મળે છે. પરંતુ મહિ પરીએજ યોજનામાં પાણીનો આધાર રાખવો પડતો હોવાથી ક્યારેક અંતરાયો સર્જાતા પાણીનુ વિતરણ થઈ શકતુ નથી. ૧૨૦ થી ૧૪૦ લાખ લીટર પાણીની જરૃરિયાત સામે પૂરતુ પાણી મળતુ નથી.

શુધ્ધ ફિલ્ટર પાણી આપવુ હિતાવહ

મહુવામાં પાણીની જરૃરીયાત અને સંગ્રહની સાથોસાથ પાણીના ફીલ્ટ્રેશન પ્લાન્ટ માટે પણ કામગીરી ઝડપથી શરૃ થાય તે જરૃરી છે. પાણીજન્ય રોગોથી બચાવવા શુધ્ધ ફીલ્ટર પાણી લોકોને મળે તે પણ એટલું જ આવશ્યક છે. સમાજના વિકાસની વાતો થતી હોય ત્યારે તેના માટે મુદ્દાલક્ષી અને પરીણામલક્ષી કામગીરી કરવી જરૃરી છે.

વર્ષ ૨૦૦૧થી અપાતુ મહિ યોજનાનું પાણી

મહુવા શહેરમાં વર્ષ ર૦૦૧થી મહી પરીએજનું પાણી આપવામાં આવે છેે. તે પહેલા માલણ નદીના સંગ્રહીત જથ્થામાંથી શહેરને પાણી આપવામાં આવતુ હતુ. હાલમાં મોટા ખુંટવડાથી મહુવા શહેર સુધીની પાણીની લાઈનો પણ નથી. જો જળ સંકટ સર્જાય તો મહુવા શહેર માટે પાણીની વિકટ સમસ્યા ઉભી થાય તેમ છે.આવી સ્થિતીમાં પાણી વૈકલ્પિક વ્યવસ્થા જરૃરી છે.