www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસ થી ભાવનગર-બોટાદ જીલ્લા ની જનંતાને મળશે પાસપોર્ટ સેવાકેન્દ્રનો લાભ

ભાવનગર જીલ્લા માં પાસપોર્ટ સેવા ઘણા સમય થી છીનવાઈ ગયેલ હોવાથી તેને  શરુ કરાવવા માટે કેન્દ્રીયમંત્રીશ્રી સુષ્માસ્વરાજ તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિજયકુમારસિંગ ને રૂબરૂ તેમજ લેખિતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર તત્કાલ કાર્યરત કરવા માટે ભાવનગર ના લોકપ્રિય મહિલા સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવેલ રજૂઆત તેમજ સતત બે વાર પાર્લામેન્ટ ફ્લોર પર રજૂઆત કરવામાં આવેલ જે અન્વયે ભાવનગર અને અમદાવાદ પોસ્ટ વિભાગના જનરલ મેનેજર ને કેન્દ્રીયમંત્રીશ્રી સુષ્માસ્વરાજજી તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિજયકુમારસિંગ દ્વારા ભાવનગર ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર શરુ કરવા આદેશ આપવામાં આવેલ.જેથી પાસપોર્ટ માટે હવે ભાવનગર અને બોટાદ જીલ્લાના વિદેશ જવા ઇચ્છુકોને ને અમદાવાદ કે રાજકોટ જવું નહિ પડે આગામી ૨૨ ફેબ્રુઆરી-૨૦૧૮ ના રોજ સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર-મુખ્યપોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર નો પ્રારંભ તેમ સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ ની ઓફીસ ની એક અખબારી યાદી માં જણાવાયુ છે.