www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

૧૯મીએ કાગધામમાં કવિ કાગ એવોર્ડ અર્પણ સમારોહ

લોકસાહિત્ય અને ચારણી ક્ષેત્રના વર્ષ-ર૦૧૮માં અર્પણ થનારા મોરારિબાપુ પ્રેરિત સુપ્રસિધ્ધ કાગ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. ચારણી, સંત અને લોકસાહિત્ય પરંપરાના વિદ્વાન સારસ્વત સ્વ.ભૂધરજી જોષીને મરણોત્તર એવોર્ડ તેમજ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય પરંપરાના હરદાનજી ખડિયા, સુપ્રસિદ્ધ ગુજરાતી લોકગાયિકા દમયંતીબહેન બરડાઈ, ચારણી સાહિત્યના મરમી કલાકાર ગોવિંદ અમરા ગઢવી તથા લોકવિદ્યાવિદ્ અને રાજસ્થાની ચારણી સાહિત્યના આજીવન સંશોધક – ચારણી છંદશાસ્ત્રના વિદ્વાન સારસ્વત ડો. દેવકરણસિંહ રાઠોડને ઉપરાંત આ વર્ષે ખાસ એક લોકસાહિત્ય સંસ્થાન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને કાગ એવોર્ડ, એમ કુલ છ એવોર્ડ આ વર્ષે મોરારિબાપુના હસ્તે કવિ કાગની ૪૧મી પૂણ્યતિથિએ આગામી તા.૧૯-રને સોમવારે મજાદર (કાગધામ) ખાતે રાત્રિના ૮-૩૦ કલાકે અર્પણ કરવામાં આવશે.

આ પૂર્વે બપોરે ૩-૩૦ કલાકે કાગના ફળિયે કાગની વાતુ શિર્ષક હેઠળ ચારણી સાહિત્યના જાણીતા વિદ્વાન માયાભાઈ આહિર અને ડો. જગદિશ ત્રિવેદી કવિ કાગના પ્રદાન અંગે વક્તવ્ય આપશે. બંને કાર્યક્રમોમાં સમાપન વક્તવ્ય મોરારિબાપુ આપશે. કાર્યક્રમમાં કાગ એવોર્ડ ચયન સમિતિના સંયોજક ડો.બળવંત જાની તથા હરિૃંદ્ર જોષીઅ ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે.