www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મંગળવારે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છ’ગાઉની યાત્રા

તીર્થધામ પાલિતાણામાં છ’ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસનો મેળો આગામી તા.૨૭મીને મંગળવારે યોજાશે. અહિ જય આદીનાથના નાદ સાથે તા.૨૭મીને મંગળવારે વહેલી સવારે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાંથી અંદાજે ૧ લાખથી વધુ ભાવિકો ઉમટી પડી પૂણ્યનું ભાથું બાંધશે. દરમિયાન આદપુર ગામમાં સિધ્ધવડ વાડી ખાતે ૯૭ પાલમાં દહી, ઢેબરા, દાક્ષ, તરબુચ, સરબત, રસ, ખાખરા વિગેરે પ્રસાદનો ભાવિકો લાભ લેશે.

જૈન સમાજમાં ફાગણ સુદ તેરસે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર છ’ગાઉની યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાંથી લાખો જૈન જૈનેત્તરો છ’ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધે છે. આ વખતે તા.૨૭મીને મંગળવારે વહેલી સવારે પરંમપરાગત રીતે યાત્રાળુઓ જય જય જય આદિનાથના નાદ સાથે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. છ’ગાઉની યાત્રા કરવા ગામેગામથી ભાવિકો ઉમટી પડે છે. તેમજ અલગ અલગ સીટીમાંથી વિશેષ બસો-લકઝરી પ્રાઈવેટ બસ દ્વારા યાત્રીકો મોટી સંખ્યામાં પૂણ્યન ુંભાથુ બાંધવા પાલિતાણા પહોંચશે. આગામી તા.૨૬-૨ના રાત્રિના સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ માર્ગો સિધ્ધાચલ તરફ વળશે. કહેવાય છે કે, ફાગણ સુદ-૧૩ના દિવસે ભગવાન કૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રધ્યુમને સાડા આઠ કરોડ મુનીઓ સાથે અનશન કરીને પાલિતાણા પર્વત પર આ દિને છ’ગાઉની પ્રદિક્ષણા કરીને મોક્ષ પદે પામ્યા હતા. જેથી આ યાત્રાનું અનેરૃ મહત્વ છે.

આ યાત્રા જય તળેટીથી શરૃ થશે. આ પર્વત ઉપર ૩૪૫૦ પગથીયા ચડીને તે જ દિવસે ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી આદેશ્વર દાદાના પક્ષાલનું જળ જે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી ત્યાંથી અજીતનાથ સ્વામી અને શાંતિનાથ પ્રભુની દેરીમાં દર્શન કરે છે. અહીં સ્વયંસેવકો દ્વારા દવા, પાણી, રૃમાલની સુવિધા રાખવામાં આવે છે. ત્યારબાદ આદપુર ગામે સિધ્ધવડ ખાતે પહોંચી યાત્રા પૂર્ણ કરે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ કલ્યાણજી આણંદજી પેઢી દ્વારા ૯૭ જેટલા પાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષ તા.૨૭મીએ ફાગણ સુદ તેરસે છ’ગાઉ યાત્રામાં રામપોળનો દરવાજો સવારે ચાર વાગ્યે ખુબશે તેમ શેઠ આણંદી કલ્યાણજી પેઢી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત દેશભરમાંથી આવનારા લગભગ એક લાખ યાત્રાળુઓ માટે આદપુર ગામમાં સિધ્ધવડ વાડીમાં ૯૭ પાલની અલગ અલગ શહેરના ગ્રુપો-મંડળો દ્વારા ઉભા કરવામાં આવશે. જેમાં સાકર-વરીયાળીનું સરબત, લીબુ, સરબત, દ્રાક્ષ, તરબુચ, થેપલા, દહીં, ખાખરા, ચા, દુધ, શેરડીનો રસ આ ઉપરાંત ચૌ વિહારની વ્યવસ્થા પણ દરેક ભાવિકો માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગિરીરાજની યાત્રા જયણાપૂર્વક કરવાથી યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

કલ્યાણજી આણંદજી પેઢી દ્વારા પાણી-મેડીકલની વ્યવ્થા

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલિતાણાના મનેજર મનુભાઈ શાહએ જણાવ્યુ કે, યાત્રા દરમિયાન યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા, સિકયોરીટી, મેડીકલ સેવા વિગેરેેસેવા પેઢી દ્વારા પુરી પાડવામાં આવી છે.

દરેક યાત્રાળુઓનું વિશેષ સન્માન થશે

છ’ગાઉની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. બાળકોની માંડી વૃધ્ધો પણ ખુલ્લા પગે છ’ગાઉની કઠીન યાત્રા હોશે હોશે પૂર્ણ કરે છે. ત્યારે છ’ગાઉની યાત્રા પૂર્ણ કરનાર દરેક ભાવિકોનું દાતાઓ દ્વારા તીલક કરી પગ ધોઈ પૈસા આપી સન્માન કરે છે. ઉપરાંત ગુલાબજળના ફુવારા છાંટવામાં આવે છે. પાણીવાળા રૃમાલ માથા પર મુકી સન્માન કરાય છે.