www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગરથી સુરત અને અમદાવાદ સુધીની વિમાની સેવાનો પ્રારંભ

આજથી ભાવનગર-અમદાવાદ તથા ભાવનગર-સુરત વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. એર ઓડીસા દ્વારા આ સેવા સાંસદની ઉપસ્થિતિમાં શરૃ કરવામાં આવી હતી. ભાવનગરથી સુરત અર્ધો કલાક તથા ભાવનગરથી અમદાવાદ હવાઇ માર્ગે અમદાવાદ પહોંચતા ૪૦ મિનિટનો સમય લાગશે. આજરોજ એર ઓડીસા દ્વારા નવીન ઉડાન સેવાનો પ્રારંભ કરતા મંત્રીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ-ભાવનગર અને ભાવનગરથી સુરત જવા રવાના કર્યુ હતું. રેલ્વે, બસ, રસ્તા માર્ગો સમયનો ઘણો જ બગાડ થતો હતો આ સેવાના લીધે સામાન્ય પ્રજાજનો, વેપારી ભાઇઓ, તેમજ સમાજના નબળા વર્ગના પ્રજાજનોને ટૂંકા સમયમાં લાંબા અંતરને ટૂંકુ કરવામાં આવ્યું છે અને ગુજરાતના અન્ય પવિત્ર ધામો, મોટા શહેરોમાં પણ આ વ્યવસ્થા પુરી પાડવાના પ્રયત્નો ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતું. વધુમાં ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે પણ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નો થકી સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં આવી સેવાનો પ્રારંભ થયેલ છે. જે બદલ વડાપ્રધાનને અભિનંદન આપ્યા હતાં. આ પ્રસંગે ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર નીમુબેન બાંભણીયા, પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, કલેક્ટર, પોલીસ અધિકારી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શીપ એસોસીએશન, ટ્રાવેલ એજન્ટ એસોસીએશન, ભાવનગર ડાયમંડ એસોસીએશન ભાવનગર બિલ્ડર્સ એસોસીએશનના તમામ પદાધિકારીઓએ આ નવીન ઉડાન માટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.