www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે

શેત્રુંજ્ય ગિરીરાજ પર 487 વર્ષની ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે. આ ધજારોહણ મહોત્સવમાં સાધુ, સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવિકાઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહેશે જેમાં તા.5ને શનિવારે સાંજે 7.15 કલાકે જય તળેટી મહાપુજા, દર્શન, નવટુંક તથા મોટી ટુંકની ધજાઆેના દર્શન તથા વધામણા થશે તેમજ રાત્રે 8 કલાકે ધજારોહણ તથા નવટુંક ઇતિહાસ તેમજ સાથાે સાથ આવનારી 500મી વર્ષગાંઠ તરફ ભિક્ત-સફર પણ પારણા ભવન ખાતે યોજાશે.
રવિવારે તા.6ને વૈશાખ વદ છઠ્ઠના દિવસે સવારે 5 વાગે જય તળેટીએ ભાવિકો એકત્ર થશે અને ધજાઆેનું બહુમાન સભર મસ્તકે ધરી ગીરીરાજની યાત્રાનો પ્રારંભ થશે ત્યારબાદ સવારે 7 કલાકે દરેક ટુંકમાં સ્નાત્ર મહોત્સવ થશે તેમજ સવારે 8 વાગે જીનાલયોની પ્રદક્ષિણા કરાશે સવારે 9 વાગે વિશ્વ માત્રનું કલ્યાણકારી ધજારોહણ થશે ત્યારબાદ સવારે 9.30 વાગે દાદાની ટુંક તરફ પ્રયાણ બાદ 10.30 વાગે શેત્રુંજ્ય ગિરીરાજના શિરતાજ મુળનાયક આદિનાથ દાદાની 487મું ધજારોહણ મહોત્સવ ધામધુમ પુર્વક ઉજવાશે. યાત્રાની પુણાર્હુતિ બાદ સંઘ સ્વામી વાત્સલ્યનું આયોજન પારણા ભુવનમાં કરવામાં આવેલ છે.