www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીના સ્થાપક હેન્રિ ડયુનાટના જન્મદિવસ ૮મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિન તરીકે ઉજવાય છે સ્વિત્ઝલેન્ડના જિનિવાનો વેપારી કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટ ઇ.સ. ૧૮૫૯માં વેપાર અર્થે અલ્જીરીયા જઇ રહ્યો હતો ત્યારે ઇટાલીના સોલ્ફરીનોમાના પ્રદેશમાં પહોચ્યા ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા અને કનિદૈ લાકિઅ ફ્રાન્સ વચ્ચેના અકિલા ધમાસાણ યુધ્ધમાં ૪૦,૦૦૦ જેટલા મૃત્યુ પામેલા કે મરવાના વાકે જીવતા ઘવાયેલા સૈનિકોના લોહીની નદીમાં તરફડતા સૈનિકોને જોઇને કનિદૈ લાકિઅ દ્રવી ઉઠયો. તે ત્યાજ રોકાઇ ગયો અને ગામના યુવકોને ભેગા કરી ઘવાયેલા, તરફડતા અકીલા સૈનિકોને ભેગા કરી સારવાર આપવા લાગ્યો. મરણોન્મુખ સેનિકોને કનિદૈ લાકિઅ શાંત્વના આપી, કોઇને છેલ્લા પાણીના ઘુંટ પાયા કે કોઇના માટે પ્રાર્થના કરવા લાગ્યો. ત્યાર પછી તો પાંચ પાંચ વર્ષ સુધી યુરોપના જુદા જુદા રાજયો કનિદૈ લાકિઅ વચ્ચે રખ્ખડપટ્ટી કરી, સંંઘર્ષ કરી ૧૮૬૩માં યુધ્ધકાલિન ઘાયલ સૈનિકોની સારવાર માટે આંતર રાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસની સ્થાપના કરવામાં આવી. કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટે તેના આ માનવતા વાદી કાર્ય માટે સોૈપ્રથમનું નોબલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું. પછીતો ધીર ધીરે આ પ્રવૃતિ વિસ્તરતી ગઇ અને હવે શાંતિના કનિદૈ લાકિઅ સમયમાં કે કુદરતી કે માનવ સર્જીત હોનારતોના સમયમાં પણ ખડે પગે માનવસેવાનું કાર્ય આ રેડક્રોસ સંસ્થા કરે છે. ભારતમાં ૧૯૨૦માં સ્પેશીયલ પાર્લામેન્ટ કનિદૈ લાકિઅ એકટ દ્વારા રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઇ જેના પ્રમુખ તરીકે હંમેશા રાષ્ટ્રપતિશ્રી હોય છે તથા રાજય કક્ષાએ પ્રમુખ તરીકે મા. રાજયપાલશ્રી હોય છે. ભાવનગરમાં આજથી ૬૫ વર્ષ પહેલા રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરેલ. સમગ્ર રાજયમાં રેડક્રોસ ભાવનગર ચક્ષુદાન-દેહદાન તથા થેલેસેમિયા પરિક્ષણમાં પ્રથમ ક્રમે છે. દર વર્ષે વિશ્વ રેડક્રોસ દિન નિમિતે કોઇ પણ એક સમસ્યા પર લક્ષ્ય દોરવામાં આવે અને આખું વર્ષ તે વિષયને અનુલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવે છે. ભાવનગર રેડક્રોસ સોસાયટી છેલ્લા નવ વર્ષથી શાળા તથા કોલેજ કક્ષાએ જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ પ્રવૃતિ ચલાવે છે. દર વર્ષે ભાવનગર શહેર તથા જિલ્લાની ૫૦ થી ૮૦ શાળા /કોલેજો ના ૧૦૦૦૦થી ૧૨૦૦૦ વિદ્યાર્થીઓ આ પ્રવૃતિમાં જોડાય છે. રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પ, એઇડ્સ જેવા જીવલેણ રોગો સામે જાગૃતિ, પર્યાવરણ ની જાવળવણી, ઘરે ઘરેથી બીન વપરાશની દવાઓ ભેગી કરી ડ્રગ બેંકમાં પહોંચાડવી, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી, વ્યસન મુકિત, પ્રાથમિક સારવાર માટે અને ડિઝાસ્ટર ની તાલીમ, આરોગ્ય લક્ષી જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. ભાવનગર રેડક્રોસ સોસાયટી તેની જુનિયર/યુથ રેડક્રોસ કેડેટ્સ દ્વારા ઉપરોકત પ્રવૃતિઓ કરી રહી છે તેનો આનંદ છે. આ ઉપરાંત ભાવનગર રેડક્રોસ સોસાયટી શહેરી જનોમાં સુખાકારી માટે આરોગ્ય વિષયક અને અન્ય પ્રવૃતિઓ વર્ષો થી કરી રહી છે. રકતદાન-ચક્ષુદાન-દેહદાન-અંગદાન, ઇમરજન્સી સેવાઓમાં એમ્બ્યુલન્સ તથા ઓકસીજન સીલીંડર સેવા, અલંગ રેડક્રોસ હોસ્પિટલ ઉપરાંત રેડક્રોસ ભવન, દિવાનપરા, ચાવડી ગેટ, કાળીયાબીડ તથા કરચલીયા પરા વિસ્તારમાં સાર્વજનિક રાહતદરે દવાખાના ચલાવવા, સર્વરોગના નિદાન કેન્દ્ર, રાહતદરની લેબોરેટરી સેવા, આંખની તપાસ સાથે ચશ્માં વિતરણ અને મોતીયાના ઓપરેશન, માતૃત્વ-બાળકલ્યાણ કેન્દ્ર અને સર્ગભા બહેનો, નવજાત શિશુની સંભાળ અને રસીકરણ, કુદરતી તથા માનવસર્જિત હોનારત વખતે સહાયભુત થવું ઉપરાંત ડિઝાસ્ટર ના ટ્રેઇનીંગ અને પ્રાથમિક સારવારના વર્ગો, જરૂરીયાતમંદ વ્યકિતઓને ધાબળા -કપડા- જરૂરી સાધન સામગ્રીનું વિતરણ, એઇડ્સ અવરનેસ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા જેવા જીવલેણ રોગો અંગે જનજાગૃતિ એન ટેસ્ટીંગ જેવી પ્રવૃતિઓ દ્વારા ભાવનગર રેડક્રોસ સોસાયટી અનેક વિધ માનવીય તથા સામાજીક સેવા ક્ષેત્રે કાર્યરત છે.