www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

ભાવનગર-રાજકોટ હાઈ-વે ઉપર માલઢોરના અડીંગા કાયમી બન્યા

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે હળવા, ભારે વાહનોની સતત અવર જવર રહેવા પામે છે. ત્યારે સાંજ ઢળતા જ ભાવનગરથી શરૃ કરીએ તો છેક સોનગઢ સુધી શહેરી વિસ્તારમાં ઠેર ઠેર માલઢોરના અડીંગા જોવા મળે છે. માર્ગમાં બેસી જતા પશુઓના કારણે વાહન અકસ્માતનો ભય રહે છે.

ભાવનગર શહેરના માર્કેટયાર્ડ પાસે સમી સાંજથી ગૌમાતા, ગૌવંશ બેસી જાય છે. તો આગળ નારી ચોકડી, વરતેજ, નવા ગામ પાસે અને ખુદ સોનગઢ ગામમાં પશુઓ સ્ટેટ હાઈ-વે પર બિન્દાસ બેસેલા જોવા મળે છે. આવા પશુઓને તારવવામાં મોટી દુર્ઘટનાની દહેશત રહેવા પામે છે. તો બીજી તરફ બાઈક ચાલક જેવા નાના વાહન ચાલકોને પશુ ન દેખાય અને સહેજ બેદરકારી રહી જાય તો જીવલેણ અકસ્માત થાય છે. નોંધનિય છે કે, આ માર્ગમાં પશુઓ સાથે અકસ્માતમાં બે થી ત્રણ બાઈક ચાલકોના મોત નિપજ્યાના દાખલા છે. માર્ગની વચ્ચે બેસી જતા પશુઓ સંદર્ભે કોઈ વિભાગ જવાબદારી લેતુ નથી. ત્યારે સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાની જેમ ભાવનગરના રસ્તાઓ પરથી પશુ હટાવવા માટે ખાસ મિશન કે યોજના શરૃ કરવી પડે તો નવાઈ નહિ હોય એવા સવાલો ઉઠી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા ઘટિત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.