www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

ભાવનગર: વન વિભાગે ખેડૂતોની જમીન પર કબજો જમાવતાં સ્થાનિકોમાં રોષ

ભાવનગરના મહુવામાં કતપર ગામે આવેલા પ્રસિદ્ધ ભવાની મંદિર અને ગામમાં ખેડૂતોની જમીન પર વનવિભાગે કબજો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોએ યોગ્ય માપણી કરીને જમીન ખુલ્લી કરવા માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

મહુવામાં કપતર ગામે આવેલું પ્રસિદ્ધ ભવાની મંદિર ભાવનગરનું મહત્વનું યાત્રાધામ માનવામાં આવે છે. આ પ્રાચિન મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે. સ્થાનિકો ઉપરાંત દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તેવામાં વનવિભાગે પોતાની મનસૂફીથી વનવિભાગની હદમાં લીધું છે, જેને કારણે યાત્રાધામનો વિકાસ અટક્યો છે. કરોડો રૂપિયાની યાત્રાધામ વિકાસ બોર્ડની મંજૂર થયેલી ગ્રાન્ટ વાપરી શકાતી નથી.