www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

ભાવનગર મ્યુ.સ્વિમિંગ પુલ ૩ દિવસથી બંધ થતા સ્વિમરોમાં દેકારો…ટ્રેનર નહીં હોવાથી શિખાવ લોકો માટે સ્વિમિંગની સુવિધા બંધ કરાઈ

ભાવનગર મહાપાલિકા સંચાલિત બંને  સ્વિમિંગ કોઈના કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. આજે એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં સ્વિમિંગ પુલના ટ્રેનર રજા પર જતાં ૩ દિવસથી શિખાવ માટે સ્વિમિંગ પુલના દરવાજા બંધ થઈ ગયા છે.
હાલ વેકેશન અને ઉનાળો બરોબર જામ્યો છે ત્યારે મ્યુ.સંચાલિત નિલમબાગ સ્વિમિંગ પુલના બે પૈકીના એક ટ્રેનર રજા પર જતાં રહેલ છે જ્યારે બીજા એ રાજીનામુ આપતા હાલ શીખવા આવતા લોકો માટે કોઈ ટ્રેનરની વયયસ્થા ન હોવાથી ૩ દિવસથી નાના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો છે . બાળકો દરરોજ આવીને નિરાશ થઈ પાછા ફરે છે. તરતા શીખવા આવતા બાળકો અને યુવાનો માટે સવારે ૯ થી ૧૦ અને સાંજે ૪ થી ૫ એમ બે શિફ્ટ છે પરંતુ ટ્રેનર નહીં હોવાથી સ્વિમરોને ધક્કા થઈ રહ્યા છે દરમિયાનમાં આજે સતત ત્રીજા દિવસે પણ શિખાવ લોકો માટે સ્વિમિંગ પુલ બંધ રહેતા સૌ એકત્ર થઈ ગયા હતા અને દેકારો મચ્યો હતો