www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

૧૪મીએ ભાવનગરમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે ખાસ સભા

ભાવનગરના મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની નિમણૂંક માટે તા. ૧૪ જુને મહાનગરપાલિકાની ખાસ સભા મળશે. ભાવનગરના મેયર સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની  મુદત પૂર્ણ થઇ રહી હોય આગામી તા.૧૪ જુનને ગુરૂવારે મહાપાલિકાની એક ખાસ સભા યોજાશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો અને  ચેરમેનની ચૂંટણી  થશે. સવારે ૧૦ કલાકે ખાસ સભા મળશે. ભાવનગર મહાપાલિકાના મેયરપદ માટે આ વખતે પુરૂષ અનામત છે. મેયરપદ માટે સ્થાનિકથી લઇ  પ્રદેશ સુધી લોબીંગ થઇ રહ્યું છે. સીનીયરોને ખુરસીનો મોહ જતો નથી અને તેઓ પણ લોબીંગ અકીલા કરી રહ્યા છે. જયારે નવાને તક મળવી જોઇએ તેવી માંગણી સાથે નવા ચહેરાઓએ પણ લોબીંગ શરૂ કર્યું છે. મેયર અને ચેરમેનપદ માટે સ્થાનિકથી લઇ પ્રદેશ સંગઠન સુધી જબરૂ લોબીંગ શરૂ થતું છે જેના કારણે ભાજપનું  આંતરીક રાજકારણ ગરમાયું છે.