www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ શીપયાર્ડ ખાતે મોબાઇલ મેડિકલ યુનિટનો પ્રારંભ

ઈન્ડિયન રેડ્ક્રોસ  સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે સને ૧૯૮૫ થી આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. તાજેતરમાં આ સેવામા વધારો કરવા રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા કનિદૈ લાકિઅ અલંગ કામદારોને વધુ સારી આરોગ્ય સેવા તેમના આંગણે જ મળી રહે તે માટે મોબાઇલ મેડિકલ વાનની સેવા શરૂ કરવામાં આવેલ, જેમા ઓ.પી.ડી. સેવા , દવા કનિદૈ લાકિઅ , લેબોરેટરી, અકિલા એક્ષરે, ઈ.સી.જી. જેવી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામા આવશે જેમા એક MBBS ડોકટર ફાર્માસીસ્ટ લેબોરેટરી ટેકનીશ્યન નર્સિંગ કનિદૈ લાકિઅ સ્ટાફ કો-ઓર્ડિનેટર , કાઉન્સેલર વગેરે સ્ટાફ પોતાની સેવા આપશે. જરૂર જણાયે દર્દીને અકીલા સુપર સ્પેશ્યાલીસ્ટની સુવીધા પણ રેડક્રોસ  હોસ્પિટલ અલંગ કનિદૈ લાકિઅ ખાતેથી આપવામાં આવશે. આ વાન દરરોજ અલંગ સોશીયાના પટા પર નિયત કરેલા પોઇન્ટ પર જઇને આરોગ્યની સેવા આપશે. દર રવિવારે  જરૂરિયાત વાળા વિસ્તારોમાં કનિદૈ લાકિઅ સ્પેશ્યલ કેમ્પ રાખવામાં આવશે. આ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શીપ રીસાયકલીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા તથા MAERSK ગ્રૃપ કનિદૈ લાકિઅ સાથે રહીને આ સેવા માટે આ સહકાર આપશે. આ સેવાનો પ્રારંભ  જી.એમ.બી ટ્રેનીંગ  સેન્ટર અલંગ ખાતેથી ચીફ ગેસ્ટ કેપ્ટ.સુધીર ચઠ્ઠા (પોર્ટ ઓફિસર GMB), કનિદૈ લાકિઅ જુલીન APMM , કેટરીના APMM, શ્રી પ્રતાપભાઇ શાહ (વાઇસ પ્રેસીડન્ટ, રેડક્રોસ ભાવનગર), ડો. મીલનભાઇ દવે , સુમિતભાઇ ઠક્કર, વર્ષાબેન લાલાણી , કનિદૈ લાકિઅ પરેશભાઇ ભટ્ટી, ભારતીબેન ગાંધી, યોગેશભાઇ ઉપાધ્યાય, નરેન્દ્રભાઇ ત્રિવેદી તથા રેડક્રોસ સોસાયટી  ચેરમેન , ડો. ભાવેશભાઇ આચાર્ય, શીપ રીસાયકલીંગ એસોસીએશનના પ્રમુખ શ્રી સંજયભાઇ મહેતા તથા સેક્રેટરી  હરેશભાઇ  પરમાર અને નિતીનભાઇ કાણકીયા તથા વિવિધ પ્લોટના ઓનર્સ અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદ્દારશ્રીઓ , જી.એમ.બી.ના અધિકારીશ્રીઓ , શીપ રીસાયકલીંગ એસોશીએશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ તથા MAERSKગ્રૃપના પ્રતિનીધીશ્રીઓના  હસ્તે કરવામાં આવેલ ત્યારની તસ્વીર. (11:40 am IST)