www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત ભાવનગર

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફૂદ્દિન સોઝ દ્વારા કરવામાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ વિશે પાયાવિહોણા- જુઠ્ઠા નિવેદનો બદલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાત અને દેશની જનતાની માફી માંગે – શ્રી જીતુભાઇ વાઘાણી

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સૈફૂદ્દિન સોઝે પોતાના પુસ્તક વિમોચન વખતે દેશની આઝાદીના
ઇતિહાસને તોડી મરોડીને રજુ કરી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ વિશે પાયાવિહોણા-
જુઠ્ઠા નિવેદનો કર્યા તેની સામે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજરોજ એલીસબ્રીજ, કર્ણાવતી ખાતે પ્રદેશ
અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ ભાજપા દ્વારા ૦૬ મહાનગરોમાં યોજાયેલ કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શન વખતે શ્રી
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ શ્રી સરદાર સાહેબ પાકિસ્તાનને કાશ્મીર
સોંપી દેવા માંગતા હતા તેવું પાયાવિહોણું નિવેદન કરીને કોંગ્રેસના પૂર્વ જળસંશાધન મંત્રી સૈફૂદ્દિન સોઝે સમગ્ર
ગુજરાત અને દેશની જનતાનું અપમાન કર્યુ છે. ગુજરાતની જનતાની લાગણીનો પ્રતિઘોષ પાડતી ભાજપા
સૈફૂદ્દિન સોઝ અને કોંગ્રેસની આ હરકત ક્યારેય સાંખી નહી લે. સરદાર સાહેબનું અપમાન કરનાર સૈફૂદ્દિન સોઝ
અને રાહુલ ગાંધી ગુજરાત અને દેશની જનતાની માફી માંગે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ એ જ ગુજરાત વિરોધી સૈફૂદ્દિન સોઝ છે કે જેમણે નર્મદા બંધની
ઉંચાઇ વધારવા માટેની બેઠકમાં તેનો વિરોધ કરીને તેની વિરૂધ્ધમાં મત આપ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેની સામે ૫૧ કલાકના ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસના કહેવાતા
નિવેદનબાજ નેતાઓ સેફૂદ્દિન દ્વારા કરવામાં આવેલ સરદાર સાહેબના અપમાનનો શા માટે વિરોધ નથી કરી
રહ્યા ? છાસવારે ટ્વીટરનો આશરો લઇને તથા અવારનવાર રાજકીય પંચાયતોના ઓઠા હેઠળ ગુજરાતમાં

જાતિવાદ અને વર્ગવિગ્રહનું ઝેર ફેલાવનાર અને સરદાર સાહેબના નામનો દુરૂપયોગ કરનારાઓ આ મુદ્દે ક્યાં
છુપાઇને બેઠા છે ? શા માટે એકપણ હરફ સુધ્ધા ઉચ્ચારેલ નથી તેનો ગુજરાતની જનતા જવાબ માંગે છે.
શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જવાહરલાલ નેહરૂના કાશ્મીર પ્રત્યેના વિશેષ પ્રેમને લીધે જ આ
કાશ્મીર પ્રશ્ન ઉભો થયો છે. આઝાદી બાદ ભારતમાં સૌથી વધુ વર્ષો સુધી શાસનમાં રહેનાર કોંગ્રેસ સરકારની
નિષ્ફળતા છુપાવવા માટે તેમજ અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર સાહેબની વિરાટ પ્રતિભાને ખંડિત
કરવા માટે કોંગ્રેસીઓ દ્વારા અવારનવાર પ્રયત્નો કરવામાં આવે છે. સરદાર સાહેબના જીવનકાળ દરમ્યાન
તેમજ તેમના મૃત્યુ બાદ પણ તેમનું કોંગ્રેસ દ્વારા વારંવાર અપમાન કરવામાં આવ્યુ છે. સાંસદમાં સરદાર
સાહેબનું તૈલચિત્ર ન મુકનાર તથા તેમને મૃત્યુના ૪૦-૪૦ વર્ષો સુધી ભારતરત્ન ન આપનાર કોંગ્રેસની તથા
રાહુલ ગાંધીની માનસિકતાને ગુજરાતની જનતા સુપેરે ઓળખી ચૂકેલ છે. સરદાર સાહેબ અને ગુજરાતની
જનતાનું ઘોર અપમાન કરનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતની જનતાની માફી માંગે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ
શાહના નેતૃત્વવાળી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના
નેતૃત્વવાળી ભાજપા સરકારે હંમેશા સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવાના સંનિષ્ઠ પ્રયત્નો કરીને દેશ અને
દુનિયા સમક્ષ આ વિશ્વ વિભૂતિને આગવી ઉંચાઇ બક્ષવાનો સદાય નમ્ર પ્રયાસ કરેલ છે. ગુજરાતની જનતાના
હદયરથ એવા સરદાર સાહેબનું કોંગ્રેસ દ્વારા ઉપરોક્ત સંદર્ભે કરવામાં આવેલ અપમાન કોઇપણ સંજોગોમાં
ગુજરાતના લોકો અને ગુજરાત ભાજપા કદાપી સાંખી નહીં લે.
અહેમદ પટેલના ૨૦૧૯ની ચૂંટણી અંગેના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ
કે, સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને મારે કહેવું છે કે, દેશની ચૂંટણી જીતવાની તો વાત જવા
દો, પરંતુ ભરૂચ લોકસભા, વિધાનસભા કે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પણ જીતાડી શકવાની ક્ષમતા ન
ધરાવનારાઓ દેશના લોકપ્રિય વડાપ્રધાન તેમજ વૈશ્વિક નેતાશ્રી નરેન્દ્રભાઇ મોદીને હરાવવાની વાતો કરે તે
હાસ્યાસ્પદ છે. લોકકલ્યાણકારી નીતિઓ, પ્રજાભિમૂખ શાસન અને દેશની જનતાના આશીર્વાદથી ૨૦૧૯
લોકસભા ચૂંટણીઓમાં પણ પુનઃ ભાજપાનો ભવ્ય વિજય થશે અને શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશની વિકાસયાત્રા
આગળ વધારશે તે નિશ્ચિત છે.
આજના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને કર્ણાવતી મહાનગરના પ્રભારીશ્રી
આઇ.કે.જાડેજા, ઝોન મહામંત્રીશ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા સહિત
સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મહાનગરના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉપસ્થિત સૌ કાર્યકરોએ નીચે મુજબના નારાઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સરદાર પટેલ કા યહ અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન, માફી માંગો – માફી માંગો, રાહુલ ગાંધી માંફી
માંગો, હાય રે સૈફુદ્દિન હાય હાય, હાય રે સૈફુદ્દિન હાય હાય