www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

ભંડારિયા વરસાદી માહોલમાં વિજશોકથી ગાયનું મોત

ભાવનગર તાલુકાના ભંડારિયા ગામમાં પણ આજે સોમવારે મેઘરાજાની પધરામણી થઈ હતી એ સાથે જ વીજ તંત્રની બેદરકારી ખુલ્લી પડી હતી અને ગાયનો ભોગ લેવાયો છે. સાંજના સુમારે  પશુપાલક દેવાભાઈ બચુભાઇ મેર ગાયો ચરાવી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અહીંના કોળીવાડામાં રામદેવપીરના મંદિર નજીક પહોંચતા ત્યાં મુકાયેલ  ટ્રાન્સફોર્મરના પોલના તાણીયામાંથી વીજ કરંટ જમીનમાં ઉતરતા પાસેથી પસાર થતી ગાયો ખેંચાઈ હતી. અબોલ પશુ હજુ કાંઈ સમજે એ પૂર્વે એક પછી એક ગાયોને ઝટકા લાગ્યા હતા. ગોવાળ દેવાભાઈ પણ ભોગ બનેલ. સદનસીબે તેમનો બચાવ થયો હતો પરંતુ એક  ગાયનું મોત થયું છે જેનાથી ગમગીની ફેલાઈ હતી. વરસાદી અને ભેજ વાળા વાતાવરણમાં વિજપોલના તાણીયા વાટે શોક લાગતો હોય છે તેને અટકાવવા વીજ તંત્રમાં બજેટની જોગવાઈ અલગથી હોય છે પરંતુ બધું લોલમલોલ ચાલતું હોવાના કારણે આવી ઘટના ઘટે છે તેમ જાણકારોનું કહેવું છે.