www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામાજીક સંદેશાઆે સાથેના ફલોટ્સ આકર્ષણ જમાવશે

આજે શહિદ ભગતસિંહ ચોક અને 13મીએ જશોનાથ ચોક ખાતે સંતવાણી-ડાયરો યોજાશે : જગન્નાથજીની નગરયાત્રાના આયોજનની રથયાત્રા સમિતીના અધ્યક્ષ હરૂભાઇ ગાેંડલીયા અને આગેવાનોએ મિડીયાને આપી માહિતી

ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનંુ આયોજન સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી કરવામાં આવે છે. આ 33 વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે. આ વર્ષે તા.14-7ને શનિવારના રોજ સવારે 8.00 કલાકે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂતિર્આેની શાંાેકત વિધિથી સ્થાપના કરી પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરઆે અને મહાનુભાવોની ઉપિસ્થતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા’ વિધિ તથા ‘પહિન્દ’ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઈ ગાેંડલિયાએ જણાવેલ.
ભાવનગરના સિનીયર પત્રકાર કેતન ધાનકના થયેલા નિધન અંગે બે મિનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી પાઠવ્યા બાદ યોજાયેલ પ્રેસ મિટમાં રથયાત્રા સમિતિના મહામંત્રી મનસુખભાઈ પંજવાણીએ જણાવેલ કે, ભગવાનના વાઘા પરંપરાગત રીતે વષાર્ેથી બનાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે ભગવાનના સુંદર વાઘા બનાવવામાં આવેલ છે અને દર વર્ષે ભગવાનના વાઘા બનાવવાની સેવા આપતા હરજીવનભાઈ દાણીધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે. તેમજ વાઘાનું અને પડદાનું કાપડ ચંદ્રાબેન શાંતિલાલ ચૌહાણ, (કાળિયાબીડવાળા) તરફથી સેવામાં મળેલ છે. આ ઉપરાંત ભગવાનના કલાત્મક સાફા બનાવવાની સેવા પ્રફºલાબેન બાબુલાલ રાઠોડ (કાળીયાબીડવાળા) દ્વારા મળેલ છે.
રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવલ છે અને રથયાત્રા સમિતિના પાથર્ભાઈ ગાેંડલિયાએ જણાવેલ કે આ વર્ષે રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે, ઝાંઝરકા ગાદીપતિ મહા મંડલેશ્વર અને રાજય સભાના સાંસદ શંભુનાથજી મહારાજ, ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર વિગેરે મહાનુભાવો ઉપિસ્થત રહેશે.
પરંપરા મુજબ રથયાત્રામાં જુદા-જુદા આકર્ષણો જોડાનાર છે. જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક-ઢોલ, તોપ, લંબુ વિગેરે આકર્ષણો રહેશે તથા રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીયા બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઆે બનાવવામાં આવતી જશે.
રથયાત્રામાં 100 ઉપરાંત ટ્રક, પ જીપ, 20 ટ્રેકટર, 15 છકરડા, 3 હાથી, 8 ઘોડા, 4 અખાડા, જુદી-જુદી રાસ મંડળીઆે, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો ઉપર કાર્યક્રમ પણ રથયાત્રામાં જોડાયેલ છે તથા સામાજિક, ધામિર્ક, સંસ્થાઆે, ગાયત્રી પરિવાર, અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર વિગેરે સંસ્થાઆેના ફલોટો તથા અન્ય ફલોટ આકર્ષક બની રહેશે તેમજ રાજહંસ નેચરલ કલબ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઆે દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઆે બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાશે.
રાષ્ટ્રની રક્ષા કાજે જેમણે સેવા આપી છે તેવા માજી સૈનિક સંગઠન દ્વારા હેવમોર ચોકમાં માજી સૈનિકો ભગવાન જગન્નાથજીને બેન્ડ અને બ્યુગલ દ્વારા સલામી આપી ભગવાનનું સ્વાગત પણ કરવામાં આવશે.
આ રથયાત્રામાં જોડાનાર ફલોટો વચ્ચે થીમ આધારિત ફલોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક થી પાંચ સુધીના ક્રમે આવનાર ફલોટોને ઇનામો આપવામાં આવશે. અને પ્રાેત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ એક થી ત્રણ ક્રમે આવનારને ઇનામો આપવામાં આવશે. નિણાર્યકો દ્વારા તૈયાર થયેલ સીલબંધ કવરમાં પરિણામ હલુરીયા ચોકમાં રથયાત્રાના અધ્યક્ષને સાેંપશે.
આ વર્ષે રથયાત્રા નિમિતે રથયાત્રા અગાઉ જુદી જુદી સંસ્થાઆે દ્વારા યોજાતા ડાયરો (સંતવાણી) કાર્યક્રમ આજે તા.11ને બુધવારના ઘોઘાગેઇટ ચોકમાં આયોજન કરવામાં આવેલ જેમાં રામનભાઈ ભરવાડ, વિશ્વા કંચાલા, દક્ષા પુરોહિત, જીવણ રાવળ, હરેન્દ્રભાઈ તથા ભુપત નૈયા અને સાજીંદાની ટીમ વગેરે જમાવટ કરશે તથા તા.13-7-18ને શુક્રવારના રોજ રાત્રે ગુજરાત રાજય સંગીત નાટય એકેડેમી અને રામગૃપ વડવા ચોરા આયોજિત સંતવાણી અને ડાયરાનું જશોનાથ ચોક ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમા જાણીતા કલાકારો અલ્પાબેન પટેલ, અંકિત ખેની (બાળ ટીવી કલાકાર), સુખદેવ ગઢવી (લોક સાહિત્યકાર) અને તેમનું ગૃપ રમઝટ બોલાવશે તથા રથયાત્રાના દિવસે રામ ગૃપ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
રથયાત્રા શાંતિપુર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટી તંત્ર, પોલીસતંત્ર, મહાનગરપાલિકા તરફથી સારી એવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. તે ઉપરાંત રથયાત્રા સમિતિનાં સ્વયંસેવકો દ્વારા તમામ રીતે રથયાત્રાની વ્યવસ્થા સંભાળશે.