www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

સાંસદ દ્વારા શેત્રુંજી ડેમ શાળા ખાતે વૃક્ષરોંપણ

સાંસદ ડો. ભારતીબેન શિયાળ ના હસ્તે શેત્રુંજીડેમ ખાતે વૃક્ષારોપણનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા-તળાજા માર્ગ પર આવેલ ઉત્તર બૂનીપાદી વિધ્યાલય તેમજ શેતૃનજીડેમ કે.વ. શાળાના સંયુકત ઉપ્કાર્મે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યકર્મમાં શેત્રુંજી સેવાસમાજ ના લાલાજીભાઈ સોલંકી, લવજીભાઈ ધોળકિયા, અતીતબાપુ, સરપંચ રઘુરામબાપુ તેમજ ડો. ધીરુભાઈ શિયાળ, તુલસીભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શેત્રુંજીડેમ સ્થિત શિક્ષણ સંસ્થા થી લઇ ને શેત્રુંજીડેમ સુધી રોડ ની બંને બાજુ લીમડા સહિતના વૃક્ષો મુંબઈના દાતા સુશીલાબેન પરમાનાન્દભાઈ શાહ ના સહયોગ થી વૃક્ષઉછેર માટે રક્ષણ મળે તેવા ટી ગાર્ડ ફાળવવામાં આવ્યા છે. દાતાશ્રી ની પ્રેરણા થી રોડ ની બન્ને બાજુ વૃક્ષો ઉછેરવામાં આવશે.
બાદમાં યોજાયેલા સમારંભ માં સાંસદશ્રી એ શાળાના બાળકો ને પ્રોત્સાહિત કરતુ વાકૃતત્વ આપ્યું હતું
કાર્યક્રમ નું સંચાલન જીતુભાઈ જોશી અને શિક્ષકો એ સાંભળ્યું હતું .