www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

શિહોર ખાતેથી બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને સંયુકતમાં મળેલ બાતમી આધારે શિહોર ખાતેથી આરોપી રઘુભાઇ ધીરૂભાઇ ભાલીયા/કોળી ઉ.વ.૨૩ રહેવાસી-શિહોર, શિવશકિત સોસાયટી, મારૂતીબેન દરજીના મકાનમાં ભાડેથી જી.ભાવનગર મુળગામ- માતલપર તા.જેસર જી.ભાવનગર વાળાને આધાર પુરાવા કે કાગળો વિનાના બે મોટર સાયકલ (૧) બજાજ પ્લસર મો.સા. કિ.રૂ|. ૩૦,૦૦૦/- (૨) હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મો.સા. કિ.રૂ|. ૨૦,૦૦૦/- સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા સોહીલભાઇ ચોકીયા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.