www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

શિક્ષણમાં રાજકારણની જરૂર છે ,કે રાજકારણમાં શિક્ષણની

જાતભાતના અભિમાનો અને ઈતરકર્યામાં સરકારી શીક્ષકોને જોતરવાનું બંધ કરો પછી જુવો પરિણામ
ભણીગણીને માણસ બને તે મૂળભૂત હેતુ શિક્ષણનો રહેલો છે અર્થાત કેળવણી મળે તે જરૂરી છે પણ આજે કશુક ગડબડ થઈ ગઈ છે, ગડબડ કરાવાઈ રહ્યું છે તેવું લાગે છે ..કારણ કે કેળવણી વિહીન વ્યક્તિઓ શિક્ષણનો દોરી સંસાર કરી રહ્યા છે
શિક્ષણનું ખરું કાન શું હોવું જોઇયે તે અંગે ચિંતક સાહિત્યકાર અને શિક્ષણ માટે સમર્પિત રહેલા શ્રી મનુભાઈ પંચોળી દશેક કહે છે ..ભણાવવું એટલે શું ભણાવવું એટલે જ્ઞાન આપવું એ સાથે મરદાનગી આપવી. આજે શિક્ષણનું મૂખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવાવનું છે. આપણાં શિક્ષણમાંથી, સાહિત્યમાથી એવી તાકાત જન્મવી જોઈએ કે સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરું કામ આ છે.તેઓ આગળ કહે છે કે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં ..તે ત્રણમાથી શક્તિ પ્રગટવી જોઈએ. માણસ બેઠો થવો જોઇએ.આવી તાકાત જો ન નીપજતી હોય ,તો શિક્ષણ, સાહિત્ય, સેવા, બધુ નકામું ..દર્શકદાદાનું દર્શન તો સાચું છે ઘણા શિક્ષકો આવું કરવા મથે છે , કેટલાક સારા એવા શિક્ષકો સારું કામ કરે છે, ચોકસાઇ સાથે કામ કરે છે એનો મતલબ એ તો નથી કે સરકારની તમામ અભિયાનોના ઉપાડ તેના માથે હોદો બેસાડવા. સરકારના ઘણા વિભાગો છે તેના કર્મચારીઓને રજામાં આરામ, શિક્ષકોને ઉજાગરા ક્યાં છે તેની સંગઠનોના નેતાઓ કે સરકાર સામે ડરતા હશે સરકારી કાર્યોમાં સરકારી શિક્ષકોને નોતરવાનું બંધ કરો અથવા ખાનગી સંસ્થા-શાળાના કર્મચારીઓને જોડવાનું રાખો એવું થઈ શકશે. ઈતર કર્યોમાં આ શિક્ષકોને છેતરવાનું બંધ કરો પછી જુઓ પરિણામ.. જો કે, સરકાર હવે સરકારી શાળાઓ જ ક્રમસ બંધ કરવાની તૈયારીમાં જ છે