www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

નોંધણવદર ગામે ખેતરવાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને પહેરામણી કરાશે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવાર મહાભોજન સાથે લોકડાયરો પણ યોજાશે

માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઇ જાય છે, તે માત્ર માણસજ જાણે છે. આગામી રવિવારે નોંધણવદર ગામે માનવતાનું ઝરણું વહેવાનું છે, અહી ખેતર વાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું માનવ પરિવાર સંસ્થાનું રૂડું આયોજન છે. મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે લોકડાયરો પણ યોજાશે. નોંધણવદર ગામે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવાર તા.૧૧-૧૧-૨૦૧૮ ના માનવતાનું ઝરણું વહેવાનું છે. કદાચ સૌ પ્રથમવાર જ આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં, ‘મોટા માણસ’ સન્માનિત થાય તે કરતા ‘નાના માણસ’ માટે આયોજન થયું છે. પ્રસંગ એવો છે, માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઇ જાય છે, તે માણસ જ જાણે છે. આ પ્રમાણે નોંધણવદર સાથે સંકળાયેલા પાલીતાણા, ગારીયાધાર, સિહોર, ઉમરાળા, ગઢડા, વલભીપુર, બોટાદ, લાઠી, મોટા લીલીયા, બાબરા વગેરે તાલુકા વિસ્તારના ગામોમાં ખેતર-વાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા નસવાડી બાજુના મજુર પરિવારો માટે ‘નસવાડી કૃષિ મજુર ભાગિયા મહોત્સવ મહામેળો યોજાયો છે. અહી આ ખેતરમાં વાડીમાં કામ કરતા ભાગિયા સ્ત્રી-પુરુષોને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું રૂડું એવું આયોજન છે. મહાભોજન અને વસ્ત્ર વિતરણના આ વિરાટ આયોજનમાં લગભગ ૮૦૦ ગામોમાં કામ કરતા પરિવારો સુધી નિમંત્રણ પાઠવાયુ છે. આ કાર્યક્રમમાં સુરત, મુંબઈ સહીત અમદાવાદ, ભાવનગર વગેરેના ઉદ્યોગપતિ, વેપારી, મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાથે લોકડાયરો પણ યોજાશે. આ સંસ્થા દ્વારા સોનગઢ પાસે મંદબુદ્ધિ, પાગલ સંસ્થાનું સંચાલન થઇ રહ્યું છે. અગાઉ ગયા વર્ષ પણ આવો નાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકર્તાઓની દેખરેખ સાથે રસોડા, મંડપ સહીત પહેરામણી વસ્ત્રો વગેરે માટે તડામાર તૈયારી ચાલી રહી છે.