www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

બ્ર.પ.પૂ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રથમ નિર્વાણતિથી મહોત્સવનું ભવ્ય આયોજન

ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે બ્રમ્હલીન પરમ પૂજ્ય શ્રીમત પરમહંસ, પરિવ્રાજકાચાર્ય, ક્ષ્રોત્રિય-બ્રમ્હનિષ્ઠ, કનક-કાન્તાના ત્યાગી, સનાતન ધર્મધુરંધર, યતિન્દ્રવર્થ, પરોપકારમય જીવન જીવવાના પ્રખર ઉપદેશક, કઠિન સન્યાસધર્મને સ્વજીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરી બતાવનાર, જીવમાત્રના આત્મસ્વરૂપ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ગત વર્ષ તા. ૨૨-૧૧-૨૦૧૭, માગશર સુદ ચતુર્થી ને બુધવારના રોજ નશ્વરદેહનો ત્યાગ કરી વ્યાપક શિવતત્વમા વિલીન થયા હતા. સન્યાસધર્મને અંગીકાર કરી, કાશીક્ષેત્રે બાર વર્ષ પર્યત વેદાંતશાસ્ત્રભ્યાસ પૂર્ણ કરી સૌરાષ્ટ્ર પ્રાંતમાં ગામડે-ગામડે પદયાત્રા દ્વારા પરિભ્રમણ કરીને પ્રજાજનોમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, સેવા, શિવભક્તિ અને સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન કરી સ્વામીજીએ માનવ કલ્યાણની મહાજયોત પ્રગટાવી હતી. અલગ-અલગ ગામો અને નગરોમા તેઓશ્રીએ સ્થાપેલાં આશ્રમ દ્વારા શિવભક્તિ, સત્સંગ, માનવસેવા અને બાળ સંસ્કાર સિંચનના કર્યો થયા કરે છે. સ્વામીજીની પ્રેરણાથી ટિંબી મુકામે કાર્યરત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ તો તેઓશ્રીના માનવસેવાના પરમ સિધ્ધાતનુ જ સાકાર સ્વરૂપ છે કે જ્યાં લાખોની સંખ્યામાં દર્દીનારાયણની તદન વિનામુલ્યે સારવાર, ઓપરેશનો, લેબોરેટરી તપાસ, એક્સ-રે દવાઓ તેમજ અન્નદાન વગેરે સત્કાર્યો સતત થઈ રહ્યા છે. સર્વજીવ-પ્રાણીમાત્રનો સર્વાંગી વિકાસ ઇચ્છનારા અને ખરા અર્થમાં સન્યાસ ધર્મને ભજવી બતાવનાર પૂજ્ય સ્વામીજીની પ્રથમ નિર્વાણતિથી મહોત્સવનું ભવ્ય આયોજન આગામી તા. ૧૧-૧૨-૨૦૧૮ માગશર સુદ ચતુર્થીને મંગળવારના રોજ તેઓશ્રીની પાવન જન્મ ભૂમિ એવા તરસમિયા ગામે કરવામાં આવેલ છે. આ મહોત્સવની પાવન પ્રભાતમા ૮:૦૦ કલાકે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. આશ્રમમાં શોભાયાત્રા પહોચ્યા બાદ ૯:૦૦ કલાકે ગુરુવંદના ધૂન-સંકીર્તનથી કાર્યક્રમનો શુભારંભ થશે. ૯:૩૦ કલાકે સ્વાગતવિધિ, ૯:૪૫ કલાકે સ્વામીજીની પ્રતિમાની પૂજ્યવિધિ, ૧૦:૧૫ કલાકે સ્વામીશ્રી સદાનન્દજીનું પ્રવચન, ૧૦:૪૫ કલાકે સ્વામીશ્રી ભોલાનન્દજીનું પ્રવચન, ૧૨:૦૦ કલાકે મહાનુભાવ ગુરુભક્તોના વક્તવ્યો, ૧૨:૩૦ કલાકે સમૂહભોજન-પ્રસાદ-વગેરે કાર્યક્રમો થશે આ પ્રસંગે ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટિંબી’ના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રક્તદાન કરવા યુવાધન ભાઈઓ-બહેનોને અમારું નમ્ર આવાહન છે. બ્રમ્હલીન પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય જીવનના ગુણગાન કરી તેઓશ્રીના જીવનોપદેશને સ્વજીવનમાં ગ્રહણ કરવાના આ પાવન મહોત્સવમા પધારવા સર્વ જનતા-જનાર્દનને અમારું સહદય નિમંત્રણ છે.