www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લા કોર્ટ ખાતે નીચે દર્શાવેલ મદદનીશ સરકારી વકીલ/એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટરની જગ્યા માટે પેનલ રચવા નિર્ણય

જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોય, તે ૫૫ (પંચાવન) વર્ષથી વઘુ ઉંમરના ન હોયભાવનગર,બુધવાર ભાવનગર જિલ્લા કોર્ટ ખાતે નીચે દર્શાવેલ મદદનીશ સરકારી વકીલ/એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટરની કુલ ૯(નવ) જગ્યા
માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. શ્રી બી.જે.ખાંભલીયા ,શ્રી વિક્રમસિંહ બી.રાણા , શ્રી એ.ડી. ઝાલા ,શ્રી અરવિંદકુમાર એચ.સોલંકી (૫)સુશ્રી યાત્રી એમ.પંડયા ,શ્રી વી.આર.દેવમુરારી , શ્રી બી.કે.વોરા , શ્રી વી.જી. માંડાલીયા ,શ્રી નરેન્દ્રસિંહ એચ. જાડેજા. મદદનીશ સરકારી વકીલ/એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક કરવા માટે ફોજદારી કાર્યરીતિ અઘિનિયમની કલમ-૨૪(૩) તથા
સરકારનાં કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો-૨૦૦૯ના નિયમ-૫(ર) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. આથી કાયદા અઘિકારી(નિમણુંક અને સેવાની શરતો) અને સરકારનાં કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો-૨૦૦૯ નાં નિયમ-૫(ર) થી ઠરાવેલ જોગવાઇ અનુસાર નીચે મુજબની લાયકાત ઘરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોય, તે ૫૫ (પંચાવન) વર્ષથી વઘુ ઉંમરના ન હોય અને,તે પોતાની
નિમણુંકના ઓછામાં ઓછા ૩ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે ઉમેદવારી નોંઘાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ અત્રેની કચેરીએથી કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવી, નિયત નમુનામાં પોતાની અરજી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, ભાવનગરને મોડામાં મોડી સુઘીમાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે મોકલી આપવાની રહેશે. આ તારીખ પછી આવેલ અરજીઓ તથા અઘુરી વિગતવાળી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. અનુસુચિત જાતિ/જનજાતિ/અન્ય પછાત વર્ગના ઉમેદવારોની અરજીઓ નિયમોનુસાર અગ્રતાના ઘોરણે વિચારણામાં લેવામાં આવશે. સદર જ્ઞાતિના ઉમેદવારોએ પોતાની જાતિ અંગેનું પ્રમાણપત્ર સક્ષમ સત્તાઘિકારી પાસેથી મેળવીને તેની પ્રમાણિત નકલ અરજી સાથે સામેલ રાખવાની રહેશે. નિયુકત થયેલ ઉમેદવારોને કાયદા અઘિકારી(નિમણુંક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો- ૨૦૦૯ મુજબ ફી તથા અન્ય ભથ્થા મળવાપાત્ર થશે. સંબંઘિત ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે પોતાના ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે
હાજર રહેવાનું રહેશે.