www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સાબરમતી ગૌશાળા દ્વારા લોકભારતી સણોસરા ખાતે પશુપાલન શિબિર યોજાય

પશુપાલન સુધારણાથી જ દૂધ  ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે  સાબરમતી ગૌશાળા દ્વારા લોકભારતી સણોસરા ખાતે પશુપાલન શિબિર
સાબરમતી ગૌશાળા અમદાવાદ દ્વારા લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞોએ જણાવ્યુ કે પશુપાલન સુધારણાથી જ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના પશુપાલક ખેડૂત ભાઈ – બહેનો માટે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે શુક્રવારે સાબરમતી ગૌશાળા – અમદાવાદ દ્વારા ગીર – જાફરાબાદ ઓલાદ સુધારણા તથા ઉત્પાદન વૃદ્ધિ સંદર્ભે પશુપાલન શિબિર યોજાયેલ હતી. આ શિબિરમાં શ્રી દિપક ગોરના સંકલન સાથે શિબિરાર્થીઓને તજજ્ઞોએ ભારપૂર્વક જણાવ્યું કે, પશુપાલન સુધારણાથી જ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે.અહીં ગીર ગાય સંદર્ભે શ્રી ત્રિવેદી ( એનડીડીબી ) દ્વારા વિગતો આપી હતી. પશુઓની દૂધ બનવાની પ્રક્રિયા સંદર્ભે શ્રી પટેલે જણાવ્યું હતું અને તે માટે વપરાતા રસાયણની આડ અસર અંગે ચેતવ્યા હતા.  સાબર ડેરીના શ્રી સમીર પટેલ પશુઓના ખોરાકની સમતુલા સમજવા ભાર મૂક્યો હતો. જૂનાગઢ કૃષિ કેન્દ્રનાશ્રી ટાંકે ગીર ગાય અને સંસ્થાની પ્રવૃત્તિ અંગે જાણ કરી. શ્રી લલિત બારોટે પશુના વેતર ચિન્હોની સમજ સાથે કૃત્રિમ બીજદાન પર ભાર મૂક્યો। શ્રી અમિતભાઇ કથીરિયાએ સહકારી સંઘો કચેરીઓ અંગે ઉલ્લેખ કર્યો. સંયુક્ત પશુપાલન નિયામક શ્રી પંચાલે સમાપન ટિપ્પણી કરી હતી. આભારવિધિ શ્રી દશરથ ઠાકોરે કરી હતી. શિબિરમાં શ્રી સક્સેના, શ્રી અમરીશ પટેલ, શ્રી અરુણભાઈ દવે, શ્રી ગોહિલ સહિત અધિકારી, પશુચિકિત્સકો ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.