www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર કુંભ સ્નાન કરતાં વિભાવરીબેન દવે

ઉત્તર પ્રદેશમાં દર ૧૨ વર્ષે યોજતો કુંભ મેળો ૨૦૧૯ જે પ્રયાગરાજ ખાતે છે, ત્રિવેણી સંગમમાં પવિત્ર કુંભ સ્નાન વિભાવરીબેન દવે દ્વારા તા. ૪ અને ૫ ફેબ્રુઆરી કરવામાં આવ્યું. આ કુંભ સ્નાન મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને ગણપતભાઈ વસાવા તેમના ધર્મ પત્ની અને પૂ. ભરતીબાપુ વગેરેએ પવિત્ર સ્નાન કર્યું. અહી ગુજરાત અને ભાવનગરની પ્રજાના સુખાકારી માટે પ્રાર્થના કરી. કુંભ મેળો દર ત્રણ વર્ષે અલગ અલગ ૪ જ્ગ્યા એ યોજાય છે, એટલે જે સ્થળે યોજાય તેનો વારો બીજા ૧૨ વર્ષે આવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે કુંભનું ખૂબ સરસ વ્યવસ્થાઓ ગોઠવી હોવાનું અને એક જ દિવસમાં ૫ કરોડ લોકો ૪ ફેબ્રુઆરી હોવા છતાં કોઈ અનીચ્છનીય બનાવ બનેલ નથી, અને સુરક્ષાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ ગોઠવી હોવાનું લોકો જણાવતા હતા યોગીજીને અભિનંદન પણ આપ્યા. પ્રયાગરાજમાં દેશમાં એક માત્ર સ્થળ છે, ત્યાં લેટે હુયે હનુમાન, (સૂતેલા હનુમાન) છે, તેના પણ દર્શન કર્યા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *