www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંધ આયોજિત ૨૮મી રાજ્યરેલીનો ઉદ્દઘાટન સમારોહ ભાવનગર ખાતે યોજાયો

આજે તા. ૦૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૯/૧૫ થી ૧૦/૧૫ કલાક સુધી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંધ આયોજિત ૨૮મી રાજ્યરેલીનો ઉદ્દઘાટન સમારોહ ભાવનગરના કાળિયાબીડ સ્થિત સરદાર પટેલ હિલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે એ સ્કાઉટ ગાઈડ ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે સૌને આવકારી અને જણાવ્યુ હતું કે આ ૨૮મી રાજ્યરેલી ભાવનગર ખાતે યોજાઇ રહી છે અને તેમાં દેશ વિદેશના સ્કાઉટ ગાઈડ ભાગ લઈ રહ્યા છે તેવો આ પ્રથમ પ્રસંગે છે સ્કાઉટ ગાઈડ પ્રવુતી થકી સંસ્કારી બાળકો અને યુવાનો નિર્માણ થવાની રાજ્ય અને દેશ સંસ્કારીતા તરફ આગળ વધી શકે છે. તેમણે ઉપસ્થિત વિધ્યાર્થીઓને કઠોર પરિશ્રમ કરી આગળ વધવા હાંકલ કરી હતી અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કઠોર પરિશ્રમથી જ દેશ વિકાસના માર્ગો ઝડપથી આગળ વધી રહ્યો છે તે વાત ને દોહરાવી હતી. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીની ધરતી પર આ પ્રકારનો કાર્યક્રમ થવાથી ભાવનગરનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું થશે સાત્વિક લોકો વચ્ચે રહેવાથી અહમનો ભાવ નિર્માણ થતો નથી અને સમૂહજીવન જીવવાથી અનેક પ્રકારના અનુભવો થાય છે જે અનુભવ જીવનના સર્વાંગી વિકાસમાં મહત્વના પુરવાર થતાં હોય છે.આ પ્રસંગે સ્કાઉટ ગાઈડના વિધ્યાર્થીઓએ બેન્ડ વગાડી મહાનુભાવોનું સ્વાગત કર્યું. બાંગ્લાદેશના સ્કાઉટ ગાઈડએ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે તથા ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીને મોમેન્ટો અર્પણ કર્યા. ભાવનગરના ગ્લોબલ
ઇન્ફા.ના.સી.એમ. ડી.શ્રી.નિખિલ ગુપ્તાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને મોમેન્ટો અર્પણ કર્યા, ગુજરાત સમાચારના શ્રી જયેશભાઇ દવેએ મેયરશ્રી મનહરભાઈ મોરીને સ્કાફ પહેરાવી સ્વાગત કર્યું, સ્કાઉટ ગાઈડના વિધ્યાર્થીઓ દ્વારા ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીને ૫૦ હજાર પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરવામાં આવશે તેમ જાહેર કરાયું તેમજ આ કાર્યક્રમમાં જીલ્લાના ઉધ્યોગકારો તન, મન, ધન થી સહકાર આપી રહ્યા છે તેવી વાત માનદ રાજ્યમંત્રીશ્રી મનીષકુમાર મહેતાએ જણાવી વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ અંતર્ગત ૨૨ જીલ્લાના ૮૩૫ સ્કાઉટ, ૫૩૦ ગાઈડ, ૨૦૦ નો સ્ટાફ સહિત પાડોશી રાજ્યો રાજસ્થાન, ગોવા અને વેસ્ટર્ન રેલ્વે તેમજ દાદર અને નગર હવેલી તથા બાંગ્લાદેશના સ્કાઉટ અને ગાઈડ ભાગ લઈ રહ્યો છે. કુલ અંદાજે ૧૭૦૦ જેટલા લોકો આ ૨૮મી રાજ્ય રેલીમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે, રાજ્યના મુખ્ય કમિશનરોશ્રી જનાર્દન પંડ્યા, એન.એફ.ત્રિવેદી, નિશાબેન જહાં, રેલી કો-ઓર્ડિનેટરશ્રી દિનેશભાઇ વ્યાસ, ખજાનચીશ્રી ડાહ્યાભાઈ પટેલે, અંબાકસ ગ્રૂપ ઓફ નાઈરોબી કેન્યાના શ્રી અશોકભાઇ શાહ, કેન્દ્રિય ઓધ્યોગિક જજોની પસંદગી સમિતિના સભ્યશ્રી અભયભાઇ ભારદ્વાજ તેમજ દિલીપભાઇ ચૌધરી, મ્યુ. કમીશનરશ્રી એમ.એ.ગાંધી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજભાઈ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેષ રાવલ, કે.પી.સ્વામી, અલંગ એસો. ના હોદેદારો સહિત લોકો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *