www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

પાલીતાણા તાલુકાના અનિડા ડેમ પ્રાથમિક શાળાના સ્થાપનાદિન નિમિત્તે પ્રા.શાળા કક્ષાએ વિશિષ્ટ રીતે “આનંદ મેળા”નું અનોખી રીતે આયોજન કરાયું

આજરોજ પાલીતાણા તાલુકાના અનિડા ડેમ પ્રાથમિક શાળામાં ધો-1 થી 8  ના તમામ  બાળકો દ્વારા શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળા કક્ષાએ “આનંદ મેળો” નું શાનદાર આયોજન કરવામાં આવેલ….જેમાં સૌપ્રથમ પાલીતાણા તાલુકાના બી.આર.સી.કો.ઓ. શ્રી ગોહેલ હાર્દિકભાઈ દ્વારા રીબીન કાપીની આજનો કાર્યક્રમ ખુલ્લો મુકેલ…ત્યારબાદ આજના કાર્યક્રમ અનુસંધાને શ્રી હાર્દિકભાઈ ગોહેલ દ્વારા પ્રાર્થના સભામાં પ્રાસંગીક વાત રજુ કરેલ…ત્યારબાદ એકમ કસોટીમાં પ્રથમ આવેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ…આજના આનંદ મેળામાં બાળકો દ્વારા વિવિધ 17 સ્ટોલ ઉભા કરવામાં આવેલ…જેમાં મુખ્યત્વે ગુરુજી બટેટા પૌઆ, ગોપાલ લસ્સી સેન્ટર,જય ભવાની બટેટા ભૂગણા, શિવશક્તિ ભેળ,ચટપટા ગપગોટા સ્ટોર,દોસ્તી મસાલા પાઉં,હનુમંત સેન્ડવીસ સેન્ટર, વડવાળા પાણીપુરી,હરસિધ્ધિ સરબત સેન્ટર,ચટાકેદાર દાબેલી સ્ટોલ,જલારામ પાણીપુરી સ્ટોલ,મસાલેદાર પાણીપુરી સ્ટોલ તથા બાપા સીતારામ ભેળ સેન્ટર જેવા વિવિધ સ્ટોલ શાળાના પટાગણમાં ગોઠવવામાં આવેલ…જેમાં દરેક સ્ટોલમાંથી શાળાના બાળકોએ ખૂબ જ આનંદ સાથે તમામ સ્ટોલની મુલાકાત લઈને નાસ્તાનો આનંદ લૂંટવામા આવેલ..આ ઉપરાંત આજના આ આનંદ મેળામાં બાળકોના તમામ વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહી તમામ સ્ટોલની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કરેલ…શાળા વ્યવસ્થા કમિટીના તમામ સભ્યો પણ આ કાર્યક્રમમા સહભાગી થયેલ…આ ઉપરાંત આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં મોટી પાણીયાળી કલસ્ટરના સી.આર.સી કો ઓર્ડિનેટર શ્રી ચૌહાણ જયંતીભાઈ કે તથા શેત્રુજી ડેમ કલસ્ટરના સી.આર.સી.કો મોરી ઉદયભાઈ ખાસ ઉપસ્થિત રહી બાળકોના પ્રોત્સાહિત કરેલ…આ સમગ્ર કાર્યક્રમનું સુંદર  આયોજન શાળાના શિક્ષકશ્રી સાંમતભાઈ તથા નવીનભાઈ તથા અજિતભાઈ તથા મનુભાઈ તથા હરેશભાઇ તથા શૈલેષભાઇ તથા રાજેન્દ્રભાઇ તથા રમેશભાઈ દ્વારા કરવામાં આવેલ…આજના કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શાળાના આચાર્યશ્રી ગોહિલ શૈલેષભાઇ દ્વારા કરવામાં આવેલ….શાળાના સ્થાપના દિવસે આ વિશિષ્ટ કાર્યક્રમ “આનંદ મેળા”નું શાળા કક્ષાએ આયોજન કરવાથી ગ્રામજનોએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવેલ…