www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

VIDEO : પાલીતાણામાં નવાગઢ વિસ્તારમાં ઘરમાં પુરાયેલો દીપડો પકડાયો : ૨ ને ઇજા


પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં રહેતા નટુભાઈ માળીના મકાનમાં વહેલી સવારે અચાનક દીપડો ઘુસી જતા ભારે નાસભાગ મચી હતી હાલ બનાવને લઈ ફોરેસ્ટ અને પોલીસ વિભાગ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે,ભાવનગર જિલ્લો બૃહદગીર વિસ્તારમાં સમાવિષ્ટ થયા બાદ શહેર અને જિલ્લામાં મોટાભાગે રાની પશુઓના આંટાફેરા વધી ગયા છે. તેની સાથોસાથ પાલીતાણા અને જેસર પંથકમાં રાની પશુઓ દ્વારા માનવ વસાહતોમાં ઘૂંસીને માનવીઓ પર હુમલા કરવાના બનાવો વધ્યા છે. મંગળવારે રાત્રે પાલીતાણા તાલુકાના રાણપડા  ગામે વાડી વિસ્તારમાં ખેડૂત તુલસીભાઈ રણછોડભાઈ ઘોરી પોતાના ખેતરમાં પાણી વાળતા સમયે પાછળથી દિપડાએ હુમલો કરતા ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ થયેલા ખેડૂતને પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા  હતા ઉપરાંત ગત ડિસેમ્બર મહિનામાં મહુવા નજીક માછીમારી કરવા જતા એક શખ્સ પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું એટલું જ નહીં હજુ એકાદ માસ પૂર્વે આ જ વિસ્તારમાં કુમળી વયના એક બાળકનું પણ દિપડાએ હુમલો કરી મોત નિપજાવ્યું હતું.આમ ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં દીપડાના હુમલાથી મહુવા અને પાલીતાણા પંથકમાં ત્રણ લોકોના મોત નિપજતા વનવિભાગ પણ દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરે તે પૂર્વે આજે તે માનવ વસાહતમાં ઘુસી આવતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.