www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લારમાં પબજી તથા મોમો ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ

કોઇપણ વ્‍યકિત ગેમ રમવાની ગતિવિધિમાં ભાગ લેતો ધ્‍યાને આવે તો તરત નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરો
ભાવનગર જિલ્‍લામાં પબજી તથા મોમો ચેલેન્‍જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું
પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્‍યાસ પર અસર થાય છે તેમજ આ ગેમની બાળકો
અને યુવાનોના વ્‍યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર અસર પડે છે. આ તમામ બાબતને ધ્‍યાને લઇ ભાવનગર જિલ્‍લા
મેજિસ્‍ટ્રેટ શ્રી હર્ષદ પટેલે સમગ્ર ભાવનગર જિલ્‍લાના વિસ્‍તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં કાયદો અને
વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર કાયદાની લાગુ પડતી જોગવાઇઓ અન્‍વયે પબજી અને મોમો ચેલેન્‍જ
ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
ભાવનગર જિલ્‍લામાં કોઇપણ વ્‍યકિત આવી પબજી/મોમો ગેમ રમવાની ગતિવિધિમાં ભાગ લેતો ધ્‍યાને આવે તો
નજદીકના પોલીસ સ્‍ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવા એક જાહેરનામા દ્વારા જણાવ્‍યું છે.
આ હુકમમાં ગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું
લાગુ પડતું નથી તેમ પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.