www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના દાઠા, તલ્લી,
બાંભોર, દયાળ, ઉંચાકોટડા, નીચાકોટડા, ભાટીકડા, અને વાલર ગામમાં અલ્ટ્રાટેક
સિમેંટ કમ્પની દ્વારા માઈનિંગ માટે ઓનપેમેંટ પોલીસ બંન્દોબસ્તની અરજીના
અનુસન્ધાને કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઇ રહે તે સારુ સંભવીત
પરિસ્થિતિને ધ્યાને ગુજરાત પોલીસ એક્ટની કલમ-૩૭(૩) તળે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ
વ્યાસ દ્વારા તા.23/03/2019 સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો
કાઢવા પર તેમજ ગેરકાયદેસર મંડળી રચી વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંઘ ફરમાવવામા
આવેલ છે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-
૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ
બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇ પણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના
અધિકારીને અધિકાર રહેશે.