www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ઉમરાળાના ટીંબી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં સુવિધામાં વૃદ્ધિ

ઉમરાળા ના ટીંબી  માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માં સુવિધા માં વૃદ્ધિ બ્ર.પ.પૂ. સદગુરુદેવ ની પ્રેરણા અને આશીર્વાદ થી તેમજ ઉદારદિલ દાતાઓના અનુદાનથી કાર્યરત સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી માં જાન્યુઆરી- ૨૦૧૯ થી બાળકો ના ડોક્ટર શ્રી મહેન્દ્ર જાદવ સાહેબ  ફુલટાઈમ કાર્યરત છે આ માટે નવજાત બાળકો ને ઘનિષ્ઠ અને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ થઈ શકે તે માટે આપણે “NICU” વિભાગ શરુ કરી રહ્યા છીએ જેમાં નવજાત બાળકોની સારવાર માટે ચાર પેટી (વોર્મર) અને તેની સાથે ના જરુરી સાધનો વસાવવા ની જરુરીયાત છે તેના કુલ ખર્ચ રુ. ચાર લાખ માટે દાતા આવકાર્ય છે  દાતા ના નામની નિયમાનુસાર તક્તિ લગાવવામાં આવશે આ માટે ઉદારદિલ દાતા ઓ આવકાર્ય છે  એલ રાજપરા ( મંત્રી- હોસ્પીટલ )ઉમરાળા