www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચની બીજા અને ત્રીજા તબક્કાની ચકાસણી તા.16 અને 20 એપ્રિલના રોજ કરાશે

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર દરેક
ઉમેદવારે પોતાના દૈનિક ખર્ચની વિગતોની ચકાસણી નિયમિત રીતે જિલ્લા ચૂંટણીતંત્ર પાસે કરાવવાની રહે
છે. જે અન્વયે 15-ભાવનગર લોકસભાના તમામ ઉમેદવારોને ખર્ચ ચકાસણીની તારીખ, સમય અને સ્થળની
વિગતો અંગે ગત તા.5/4/19ના પત્રથી જાણ કરવામાં આવી છે. આ સંદર્ભે ઉમેદવારોના ખર્ચની પ્રથમ
ચકાસણી ગત તા. 12/4/19ના રોજ મળી હતી. જ્યારે હવે પછીની બીજા અને ત્રીજા તબક્કાની ચકાસણી
અનુક્રમે તા.16/4/19 અને તા.20/4/19ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી, આયોજન હોલ ખાતે સવારે 10-30થી
સાંજે 5-30 સુધી કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવ્યું છે.