www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજા તાલુકાનાં કુંઢેલી ગામમાં ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરાશે

તળાજા તાલુકાનાં કુંઢેલી ગામ ખાતે આવેલા પ્રસિધ્ધ ઠાકર દ્વારા ખાતે અમરાઆપાના ઠાકરના સાનિધ્યમાં ઠાકર દ્વારા પુન:પ્રાહાપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ૧૦૮ કુંડાત્મક વિષ્ણુ મહાયાગનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિદિવસીય પટ્ટીનો પ્રારંભ તા. ૧૭ને બુધવારથી થશે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ તા. ૧૯ને શુક્રવારના રોજ થશે. તા. ૧૭ના રોજ દીપ પ્રાગટ્ય સાથે જળયાત્રા બાદ મંદિર પ્રવેશ તથા રાધા-ક્રુષ્ણ પૂજન અને આરતી થશે. જ્યારે ૧૮ને ગુરુવાર સાંજના ૪:૧૫ કલાકે નગરયાત્રા તથા સાંજના ૬:૦૦ કલાકે સાયંપૂજન અને આરતી યોજાશે. યજ્ઞના તૃતીય દિવસે ગાગર બેડીયા, ધ્વજા દંડનું સ્થિરકરણ, મહાન્યાસ તેમજ મૂર્તિઓનું પ્રતિષ્ઠા કર્મ અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. તા. ૧૯ના સાંજના ૭:૧૫ કલાકે દેવાયત પંડિત દ્વારા પ્રસ્થાપિત મહિમાપૂર્ણ ઠાકર બાપાની જ્યોતનું પ્રાગટ્ય અને દર્શન થશે. સાથો સાથ આ ધર્મોત્સવ નિમિતે અહી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કુંઢેલીવાળાના વ્યાસાસને આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ આગામી તા.૨૦ ને શનિવાર થી થશે. કથા પૂર્ણાહુતિ તા. ૨૬ ને શુક્રવારે સાંજના ૫:૧૫ કલાકે થશે. આ ધર્મોત્સવ વેળાએ તા. ૧૯ ને શુક્રવારે સાંજના ૩:૧૫ કલાકે પૂ. સંતો-મહંતોના સામૈયા થશે. ૧૯ને શુક્રવારે તથા તા. ૨૪ ને બુધવારના રોજ સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. મહોત્સવના તમામ દિવસ કુંઢેલી ગામ ધુમાડા બંધ રાખેલ છે. દરરોજ સવાર-સાંજ મહાપ્રસાદનું સૌ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવનો લાભ લેવા મહંતશ્રી નાથાબાપુ તથા લઘૂમહંત છગનભગત નાથાબાપુ તેમજ સમસ્ત ભરવાડ સમાજ અને કુંઢેલી ગામ સમસ્ત દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.