www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાના કારણે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દરિયામાં 55થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી તા.11થી 14 જૂન સુધી હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે ભાવનગર જિલ્લા કલેક્ટરતંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ કાંઠાળા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવાની અને આકસ્મિક પરિસ્થિતિમાં સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે જિલ્લાના તમામ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવાની તૈયારી સાથે સચેત રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ કાર્યવાહી કરવા અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે.