www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ-2019 સિહોરના સણોસરા ખાતે યોજાશે

રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ગ્રામ્યકક્ષાએ આધુનિક ઓજારો કૃષિ પદ્ધતિઓ,જળસંચય અને વીજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ 17/6/2019 ના રોજ જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવ 2019 નું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,લોકભારતી,સણોસરા તા.સિહોર ખાતે યોજાનાર છે. જેમાં કૃષિલક્ષી અને ગ્રામ્ય વિકાસ ને લગતા કાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય,વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડૂતોની આગામી ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ કૃષિ મહોત્સવ નુ તા.17/06/19 ના રોજ આયોજન થનાર છે.જેમા ભાવનગર તાલુકાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ એ.પી.એમ.સી ચિત્રા,ઘોઘા તાલુકા નો સંતરામ સ્કૂલ કુકડ,ગારીયાધાર તાલુકાનો એ.પી.એમ.સી ગારિયાધાર,ઉમરાળા તાલુકાનો એ.પી.એમ.સી ધોળા,પાલીતાણા તાલુકાનો એ.પી.એમ.સી પાલીતાણા,જેસર તાલુકાનો તાલુકા સેવા સદન જેસર,મહુવા તાલુકાનો એ.પી.એમ.સી મહુવા,તળાજા તાલુકાનો એ.પી.એમ.સી તળાજા,તેમજ વલ્લભીપુર તાલુકાનો ગંભીરસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેથી કૃષિ મહોત્સવમં વધુમાં વધુ ખેડૂત ભાઇઓને ઉપસ્થિત રહેવા અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા ખેતિવાડી અધિકારીશ્રીની યાદીમાં જણવવામાં આવે છે.