www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનૂની દિવસની ઉજવણી કરાઈ

મહિલા સશક્તિકરણ પખવાડિયાના બારમાં દિવસે મહિલા કાનૂની દિવસની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મીટીંગ હોલ, બહુમાળીભવન, ભાવનગર ખાતે યોજાઇ હતી. જેમાં શ્રી કે.વી. કાતરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી,ભાવનગર. શ્રી આર.કે.જાખણીયા, અને શ્રી એસ,એ,રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી, ભાવનગર. શ્રી ઈલાબેન ગોસ્વામી, ડીસ્ટીક પ્રોગામ ઓફિસર, મહિલા સામખ્ય સોસાયટી. શ્રી નિમિષાબેન જોશી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, મહિલા સામખ્ય સોસાયટી ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જેમાં મહિલા શક્તિ કેન્દ્ર, ભાવનગર  મહિલા કલ્યાણ અધિકારી અને જિલ્લા કો-ઓર્ડીનેટર વન સ્ટોપ સેન્ટર, ભાવનગરથી એડમિનિસ્ટ્રેટર, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ભાવનગર, અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ભાવનગરના કાઉન્સેલર હાજર રહ્યા હતા, તેમજ મહિલા સામખ્ય સોસાયટી ભાવનગરના કર્મચારી તેમજ મહિલા સામખ્યના વિવિધ SHG ના ૧૦૬ બહેનો જોડાયા હતા.ઉપસ્થિત તમામ મહિલાઓને વિવિધ
મહિલાલક્ષી યોજનાઓ તેમજ કાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા અને બહેનોના હિતાર્થે ચાલતા વિવિધ કેન્દ્રો જેવા કે મહિલા શક્તિ કેન્દ્ર ભાવનગર, OSC  ભાવનગર, PBSC ભાવનગર  અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ભાવનગરના કેન્દ્રના હેતુ તેમજ કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી આર.કે.જાખણીયા દહેજ પ્રતિબંધક અધિકારી ભાવનગર દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિષે માહિતી આપવામાં આવી હતી જેમાં ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૦૫ ની કાયદાની વિગતે માહિતી આપી જેમાં પ્રક્રિયા, આદેશ, કાયદાકીય રાહત, અપીલ, કાયદાકીય નિયમો, તેમજ કલમો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી.તેમજ શ્રીકે.વી. કાતરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ભાવનગર દ્વારા મહિલા સશક્તિકરણ એટલે શું? તે વિષયને આવરી લઈ વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, વાજપેયી બેંકબલ યોજના, વિષે રસપ્રદ માહિતી આપી હતી અને દીકરા દીકરીને સમાન મહત્વ આપવાની બાબત પર ભાર મુક્યો હતો. શ્રી ઈલાબેન ગોસ્વામી, ડિસ્ટ્રિક્ટ પ્રોગામ ઓફિસર મહિલા સામખ્ય સોસાયટી દ્વારા મહિલા સામખ્ય સોસાયટી વિષે માહિતી આપી જેમાં તે શિક્ષણ, બચત,આરોગ્ય, કાયદો ઉપર કામ કરે છે અને તેની જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે. તેના વિષે માહિતી આપવામાં આવી હતી. શ્રી એસ.એ.રાઠોડ દહેજ પ્રતિબંધક અધિકારી, ભાવનગર દ્વારા બહેનોને લગતા કાયદા વિષે માહિતી આપવામાં આવી હતી જેમાં દહેજ પ્રતિબંધક અધિનિયમ -૧૯૬૧ વિષે મહિતી આપવામાં આવી તેમજ દહેજની વ્યાખ્યાથી લઈ તેની વિવિધ કલમ વિષે માહિતી આપવામાં આવી અને તેની પ્રક્રિયા વિશે ઉપસ્થિત બહેનોને સમજ આપવામાં આવી હતી.