www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રામકૃષ્ણ સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ગણેશજીની મહાઆરતી અને અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

સંસ્થાના પ્રમુખશ્રી માયાભાઇ આહીર તથા ટ્રસ્ટીઓ શ્રી, જીતુભાઈ કાછડ, આનંદભાઈ જિંજાળા અને કનુભાઈ હડિયાની પ્રેરણાથી આ ઉત્સવ કઇંક અલગ રીતે ઉજવાયો. અન્નકૂટમાં એકત્ર થયેલ પ્રસાદ મહુવા-રાજુલા અને જેસરની સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત મંદ લોકોને વહેચવામાં આવ્યો. આ ઉમદા કાર્યમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સંચાલક શ્રી એમ બધાજ અલગ-અલગ ચીજો લાવ્યા અને ગણેશજીને અન્નકૂટ ધર્યો. સમગ્ર રામકૃષ્ણ પરિવારે મહાઆરતીનો લહાવો લીધો અને જાણ-સમસ્તીની સુખાકારી તથા આરોગ્ય માટે પ્રાથના કરી. છપ્પન ભોગમાં ધરેલ પ્રસાદના ૭૦૦ બોક્સ બનાવી જરૂરિયાતમંદ લોકોને પોહચાડવામાં આવ્યા. ઈશ્વર એટલે સત્ય, અન્નકૂટ એટલે પ્રેમથી ધરાતું ભોજન અને આખરે જે લોકોને ખરેખર જરૂર છે. ત્યાં એ પોહચે એ જ કરુણા. આ કાર્યમાં સંચાલક શ્રી, મુકેશભાઇ હડિયા, ભરતભાઇ ભમ્મર, આચાર્ય શ્રી , અશોકભાઇ નિમ્બાર્ક, શોક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક મહેનત કરી ઉત્સવને યાદગાર બાનાવ્યો.