www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર શહેરના નિલમબાગ પાસે આવેલ રાજ ખોડીયાર રેસ્ટોરન્ટમાં આગ

ભાવનગર શહેરના નિલમબાગથી દેરી રોડ પર જવાના રસ્તા પર રાજ ખોડીયાર રેસ્ટોરન્ટ પર અચાનક ૬.૪પ કલાકે આગ લાગી જતાં સત્યજીતસિંહએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગડે તાત્કાલિક કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગ રાજ ખોડિયાર રેસ્ટોરન્ટના રસોટમાં લાગી હતી. જયાં તેનો રસોઈ બનાવવાનો સમાન, ફ્રીઝ, એસી વિગેરે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની એક ગાડીનો છંટકાવ કરવી આગને કાબુમાં લીધી હતી.