www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ ૨૦૧૩ અંતર્ગત સમાવિષ્ટ થયેલ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં વસતા લાભાર્થીઓ બે માંથી કોઈ પણ રાજ્ય ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે

ભારત સરકારની સુચના અનુસાર ગુજરાત રાજ્યમાં જુલાઈ-૨૦૧૮થી ઈન્ટર સ્ટેટ પોર્ટેબીલીટી લાગુ થયેલ છે તેમજ ઓગષ્ટ-૨૦૧૯થી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે ઈન્ટ્રા સ્ટેટ પોર્ટેબીલીટી/નેશનલ લેવલ પોર્ટેબીલીટી લાગુ થયેલ છે તે મુજબ નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ ૨૦૧૩ અંતર્ગત સમાવેશ પામેલા લાભાર્થીઓ ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેમજ મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતના લાભાર્થીઓ તથા ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના લાભાર્થીઓ પણ તેઓ જ્યા વસવાટ કરતા હોય ત્યાંથી સ્થાનિક કક્ષાએ પોર્ટેબીલીટી લાગુ થયા અનુસાર અનાજનો જથ્થો મેળવી શકે છે તેમ નિયામકશ્રી અન્ન અને નાગરીક પુરવઠા, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.