www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મૂર્તિની શક્તિની પુજા કરીએ છીએ, જીવતી શક્તિનો અનાદર ઈશ્વરીયા ગામે નવરાત્રિ પર્વ સમાપન

ઈશ્વરીયા ગામે નવરાત્રિ પર્વના સમાપન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ટકોર કરાઇ કે, મૂર્તિની શક્તિની પૂજા કરીએ છીએ, જીવતી શક્તિનો અનાદર કરતા રહ્યા છીએ. નવલા નોરતા દરમિયાન ઈશ્વરીયા ગામે નવરાત્રિ મંડળી દ્વારા તમામ જ્ઞાતિની બાળાઓ બહેનોએ ગરબા રાસ લીધા બાદ દશેના પર્વ સમાપન પ્રસંગે લ્હાણી ભેર કાર્યક્રમ યોજાયેલ. દરરોજ અહી દાતાઓ તરકૃતિથી નાસ્તો કરાવતા હતા, જેમાં શ્રી રમેશભાઈ દવે, શ્રી હાજીભાઇ ગોહિલ, શ્રી ગોવિંદભાઇ ગોહિલ વગેરેનું સંકલન રહ્યું. દશેરાના સમાપન પ્રસંગે માજી સરપંચ શ્રી મુકેશભાઇ પંડિત દ્વારા ઉદ્દબોધનમાં સ્કોર કરી કે મુર્તિની શક્તિની આપણે પૂજા કરીએ છીએ, જ્યારે જીવતી શક્તિનો અનાદર કરી રહ્યા છીએ. આમ , સ્ત્રીભ્રૂણ હત્યા સામે રંજ વ્યક્ત કર્યો. શ્રી નીરજભાઈ સંચાલન સાથેના કાર્યક્રમમાં ઈશ્વરીયાની પ્રથમ દીકરી પોલીસ કર્મચારી કુમારી મિરા દેવમુરારીનું ગામવતી આદર વડે અભિવાદન કરાયું હતી. અહીં રાસ ગરબામાં જોડાયેલ બહેનોને શ્રી હેમાબેન દવેનું માર્ગદર્શન મળ્યું હતું. આયોજનમાં શ્રી હિતેશભાઇ ગોસ્વામી, શ્રી રામભાઇ ગોહિલ વગેરે રહ્યા હતા.