www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્વારા ૭૪ માં અનુભવ વર્ગ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

ભાવનગર  શહેર ની શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબહેન બાલમંદિરનો સંત્રાત કાર્યક્રમ તા.૧૨ ઓકટૉબરનાં રોજ સંસ્થા પ્રાગણમા યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાલમંદિરનાં બાળકો,અનુભવ વર્ગનાં બહેનો તથા જાગૃત વાલી દ્રારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન શ્રી ટવીકલબહેન નાકરાણી,શ્રી મહાશ્વેતાબહેન ત્રિપાઠી,શ્રી નિર્મળભાઈ વકીલ, શ્રી ઝીણારામભાઇ દાણીધરિયા,શ્રી ઇન્દાબહેન ભટ્ટની ઉપસ્થિતિમાં ૭૪ માં અનુભવ વર્ગ નાં બહેનોને પ્રમાણપત્ર પુરસ્કાર વિતરણ તથા બાલમંદિરનાં રીક્ષા ચાલક ભાઇઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ચેતના બહેન ટેભાણી તથા શ્રી અંકિતાબહેન ભટ્ટએ આભાર માન્યો હતો.