www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રૂ. ૨૦૦ લાખના ખર્ચે નિર્મિત શીતળા માતાના મંદિરથી અકવાડા ગુરુકુળ સુધીના સિક્સ લેન રોડનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૨૦૦ લાખના ખર્ચે શીતળા માતાના મંદિર થી અકવાડા ગુરુકુળ સુધીના સિક્સ લેન રોડ નું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.નિર્માણ પામી રહેલ આ સિક્સ લેન રોડ ૨૫ મીટર પહોળો હશે જેમાં પાઇપ કલવર્ટ તેમજ બોક્ષ કલવર્ટ બનશે.સાથે સાથે તેમા સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટ, ગાર્ડનીંગ સાથે સેન્ટ્રલ ડિવાઇડરની પણ સુવિધા ઉભી કરવામા આવનાર છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક સમયે જ્યારે વિકાસની કોઈ કલ્પના જ નહોતી ત્યારે વિકાસલક્ષી કામો હાથ ધરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તમામ વિસ્તારોને વિકસિત બનાવ્યા અને આજ કામ આજે વડાપ્રધાનશ્રી તરીકે તેઓ સમગ્ર દેશમાં કરી રહ્યા છે.અને તેથી જ દેશના કોઈ પણ ખૂણે ગુજરાતીનું ગૌરવ વધ્યું છે. ભાવનગરમાં પણ ફોર ટ્રેક રોડ, ઘરે-ઘરે શેત્રુજીનું પાણી, ઓવરહેડ ટાંકીઓ, કોમ્યુનિટી હોલ, આંગણવાડીઓ, તેમજ સરકારી શાળાઓ વગેરે જેવી પાયાની સુવિધાઓ ઉભી કરી સરકાર ભાવનગરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા સતત પ્રયત્નશીલ રહી છે. વધુમાં રાજ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલ રોડને વૃક્ષોથી થી સજ્જ કરવા સૂચન કર્યું હતું તેમજ તે માટે ઉપયોગમાં લેવા માટે ના તમામ ટ્રી ગાર્ડસ નો ખર્ચ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇન ની સુવિધા અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી તેમજ ૧૮૧ અભયમ એપ્લિકેશન તમામ મહિલાઓને પોતાના ફોનમાં ડાઉનલોડ કરવા પ્રેર્યા હતા અને જણાવ્યુ હતુ કે બહેનોના રક્ષણ માટે હું હંમેશા હાજર છું કોઈપણ મુશ્કેલીના સમયે મહિલાઓ મારૂ ધ્યાન દોરે તેમ જણાવી
રાજ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીયુવરાજસિહ ગોહીલ, ડેપ્યુટી મેયર શ્રીઅશોકભાઈ બારૈયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીનીલેશભાઈ રાવલ, ગાર્ડન સમિતિના ચેરમેનશ્રી ડી.ડી.ગોહિલ, પૂર્વ મેયર શ્રીમતી નિમુબેન બાંભણિયા, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રીએમ.એ. ગાંધી, અકવાડા ગુરૂકુળના શ્રીવિષ્ણુ સ્વામી, શ્રીપરેશભાઈ પંડ્યા, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.