fbpx
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગર ખાતે નિર્માણ પામી રહેલ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમની રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ સ્થળ મુલાકાત લઇ તલસ્પર્શી માહિતી મેળવી

ભાવનગર શહેરના નારી રોડ ખાતે અંદાજે રૂપિયા ૮૦ કરોડના ખર્ચે તેમજ ૨૦ એકર જમીન પર આશરે એક લાખ તેર હજાર સ્ક્વેર ફુટમાં નિર્માણ પામી રહેલ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમની રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ મ્યુઝિયમ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ નવનિર્મિત મ્યુઝિયમની વિજ્ઞાનની થીમ પર આધારીત પાંચ ગેલેરીઓ જેવી કે મરિન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી તેમજ નોબલ પ્રાઇઝ ગેલેરીના વિવિધ વિભાગોથી માહિતગાર થયા હતા તેમજ મ્યુઝિયમના અન્ય આકર્ષણો જેવા કે આકાશ દર્શન, એક્વેરિયમ, ગાર્ડન, ઓડિટોરિયમ, રિજીયોનલ સાયન્સ મ્યુઝિયમની ડિઝાઇન, કાફેટેરિયા, દિવ્યાંગો તથા વૃદ્ધો માટે ઉપલબ્ધ સુવિધાઓ વગેરેની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. ત્યારબાદ રાજ્યમંત્રીએ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય, મુલાકાતીઓ માટે યોગ્ય પરિવહન સેવા ઉપલબ્ધ થાય વગેરે મુદ્દે પોતાના સૂચનો કર્યા હતા તેમજ ગુજકોસ્ટ દ્વારા રજુ કરાયેલ રજુઆત તેમજ પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તેનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં આ પ્રકારના ચાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ આવેલા છે જ્યારે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે જેણે પોતાના પાંચ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ રાજ્યના અલગ અલગ સ્થળે શરૂ કર્યા હોય. સ્થળ મુલાકાત દરમયાન રાજ્યમંત્રીશ્રીની સાથે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીયુવરાજસિંહ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ ગાંધી જોડાયા હતા. જેમને ઉપરોક્ત તમામ બાબતો થી ગુજકોસ્ટના એડવાઇઝર તથા મેમ્બર સેક્રેટરી શ્રીડો.નરોતમ સાહુ તેમજ રિજીયોનલ સાયન્સ મ્યુઝિયમ ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો.ગિરિશ ગૌસ્વામીએ માહિતગાર કર્યા હતા.

Related posts

ખોડીયાર ઉત્સવની ગરબા, રાસ, લોક્નૃત્ય અને ભક્તિ સંગીત દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ

City Watch News

જાહેરનામા ભંગ બદલ ૪૭ આરોપીઓની અટકાયત તથા ૪ વાહનો ડિટેઈન કરાયા

City Watch News

લોકડાઉન સંદર્ભે જિલ્લા પોલીસ તંત્રની અસરકારક કામગીરી

City Watch News