fbpx
www.citywatchnews.com
ભાવનગર

મોટી પાણીયાળી ગામના એક સાથે નવ યુવાઓ પોલીસ બન્યા

પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામમાં કર્મચારી મંડળ દ્વારા ચાલતા સરકારી નોકરીમાં ભરતી માટેના ફ્રી વર્ગનો લાભ લઈ એક સાથે નવ યુવાનો પોલીસ ભરતીમાં સિલેક્ટ થયા છે,રાજ્ય સરકાર દ્વારા 100 ગુણની લેખિત કસોટી બાદ 25 ગુણની શારીરિક કસોટી લેવામાં આવી હતી જેમાં વાળા વિજયસિંહ રણુભા 110.75 ના મેરીટ સાથે સમગ્ર ગુજરાતના મેરિટમાં સાતમા નબરે સ્થાન મેળવેલ છે એ સિવાય બારૈયા અજિતભાઈ.સી, બારૈયા વિશાલભાઈ.કે, વાઘેલા ઉમેશભાઈ.કે, ચુડાસમા
જયવતભાઈ.એન, વાઘેલા વનરાજભાઈ. એમ,બારૈયા કૌશિકભાઈ.પી, વાઘેલા નીતિનભાઇ.બી, વાળા ક્રીપાલસિંહ.વી એમ કુલ નવ યુવાનો સિલેક્ટ થયા છે.મોટી
પાણીયાળી ના સરકારી કર્મચારીઓના સ્વેત્છિક મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી કોઈપણ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વિના બિલકુલ ફ્રી માં તૈયારી કરાવવામાં આવે છે જેમાં લેખિત કસોટીઓ લેવા ઉપરાત સમગ્ર કાર્ય મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય બી.એ.વાળા સંભાળે છે તેઓ આ યુવાનોને વહેલી સવારે પાચ વાગે 5 કિલોમીટર દોડ ,યોગ અને સૂર્યનમસ્કાર પણ નિયમિત કરાવતા હતા જેના પરિણામે એક સાથે નવ યવાનો પોલીસમાં ભરતી થયા છે જ્યારે ગત પોલીસ ભરતીમાં એક સાથે સોળ યુવાનો સિલેક્ટ થયા હતા આ સિવાય આર્મી,ફોરેસ્ટ જેવી ભરતીમાં પણ યવાનો સિલેક્ટ થઈ રહ્યા છે આ યુવાનો અને તેમના માર્ગદર્શક અને ગામની શાળાના આચાર્ય બી.એ.વાળાને કર્મચારી મંડળ અને સમગ્ર ગ્રામજનો દારા અભિનદન પાઠવવામા આવેલ. કર્મચારી મંડળના છેલ્લા આઠ વર્ષના પ્રયત્નોથી દરેક ભરતીમાં ગામનાં યવાનો સિલેક્ટ થઈ રહ્યા છે જેથી સમગ્ર ગામમાં આનદની લાગણી ફેલાઈ છે.

Related posts

તમામ ખેડૂતો આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા હોય તેવું લાખાવડ બન્યું જિલ્લાનું પ્રથમ ગામ

City Watch News

શિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

City Watch News

જેસર તાલુકાના ઉગલવાણ ગામને કન્ટેન્મેઈન્ટ વિસ્તારમાથી મુક્ત કરતુ જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા

City Watch News