fbpx
28 C
Gujarat
July 11, 2020
www.citywatchnews.com
ભાવનગર

પાલીતાણાના આદપુર ખાતે રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનુ અનાવરણ કરતાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પાલીતાણાના આદપુર ખાતે તા.૧/૧૨/૧૯ થી તા.૪/૧૨/૧૯ સુધી યોજાનાર રાજ્યકક્ષાના ૪૭ માં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનું શિક્ષણમંત્રી શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિ, સમાજ તેમજ દેશના વિકાસ માટે ગણિત, વિજ્ઞાન તેમજ પર્યાવરણનું ખૂબ જ મહત્વ છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, તથા વીજળી એ વિકાસના પાયા છે તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને કઈ રીતે ટકાઉ વિકાસમાં પરિવર્તિત કરી શકાય તે થીમ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ વર્ષ પહેલા કામગીરી કરી અને રાજ્યમાં વિકાસનો પાયો નાખ્યો. મંત્રીશ્રીએ ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે માનવ જીવનધોરણ ઉંચુ આવે અને માનવજાતને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે અંગેની વિસ્તૃત રજૂઆત કરી હતી ઉપસ્થિત શિક્ષકોને પરિવારજનો તરીકે સંબોધતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદ હોય તો જ શિક્ષણ કાર્ય કરવાની તક મળે કારણ કે નાનામાં નાનો શિક્ષક મહાન વ્યક્તિઓ બનાવી શકે છે. સંશોધન અને લોકજાગૃતિ પણ સમાજમાં શિક્ષકો જ લાવી શકશે. પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલ પ્રદૂષિત હવામાનના કારણે ઋતુચક્ર બદલાયા છે જેનો આપણે સૌ ભોગ બની રહ્યા છીએ ભાવિ પેઢી માટે આપણે સૌએ જાગૃત થવંત પડશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓના મોડેલ સ્ટોલ નિહાળ્યા હતા અને તેમને પ્રોતસાહિત કર્યા હતા. દીક્ષા પોર્ટલ દ્વારા નિર્મિત ઓનલાઇન સર્ટીફીકેટ કોર્ષનું અનાવરણ કર્યું હતું સાથે સાથે ગણીત- વિજ્ઞાન પ્રયોગશાળા ખંડનુ પણ લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે આશીર્વચન આપતા આચાર્ય શ્રીભાગ્યયશસૂરીશ્વરજી એ જણાવ્યું હતું કે માનવજાતને હવા પાણી તેમજ ઉર્જા જેવી જે વસ્તુઓ કુદરતી દિલ દઈને આપી આપણે હાલ તેને બીલ ભરીને ભોગવી રહ્યા છીએ જે બાબતના મૂળની અંદર આપણા સૌની પર્યાવરણની સુરક્ષા અંગેની બેદરકારી છે ત્યારે આ પ્રકારના રાજ્યકક્ષાના પર્યાવરણ-ગણિત- વિજ્ઞાન મેળાથી આવનારી નવી પેઢી પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનશે. આ કાર્યક્રમમાં જી.સી.ઈ.આર.ટીના સચિવશ્રી ગોસાઈ, જી.સી.ઈ.આર.ટીના ડિરેક્ટરશ્રી ટી.એસ. જોષી, ડો.દિનેશ કુમાર, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખશ્રી જયપાલસિંહ સરવૈયા, પાલીતાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગોરધનભાઈ ગોટી , નીયોન લેબોરેટરી પ્રા.લિ.ના પ્રવિણ જૈન, જી.સી.ઈ.આર.ટીના સભ્યો વગેરે મહાનુભાવો, બહોળી સંખ્યામા ગ્રામજનો તેમજ 33 જિલ્લાઓમાથી ૮૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૪૦૦ શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભાવનગર શહેરમા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના કરતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા

City Watch News

પાલીતાણાના આદપર ખાતે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરાયા

City Watch News

ભાવનગર પોલીસ પરીવારની બહેનો માટે જીમ દ્વારા ફિટનેસ અવેરનેસ તાલીમ શરૂ

City Watch News