fbpx
36 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ભાવનગર

તા.૨૪ના રોજ ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ઘોઘા તાલુકા કક્ષાનો ડીસેમ્બર-૨૦૧૯નો ગ્રામ/તાલુકા ફરિયાદ નિવારણ તથા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ધોધા ખાતે યોજાશે. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,(મહેસુલ) તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૫/૧૨/૨૦૧૯ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્યકક્ષાનાં પ્રશ્નો સબંધીત તલાટી કમ મંત્રીશ્રીને તેમજ તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે રોજ સવારના ૧૧ કલાકથી ૪ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Related posts

અમદાવાદમાં યોજાનાર શાનદાર શબ્દોત્સવમાં ભાવનગરના ત્રણ કવિઓ

City Watch News

લોકવિદ્યાલય માઈધાર ખાતે મંગળવારે વિવિધ ઉપક્રમોનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ થશે

City Watch News

બગદાણાના મોણપર ગામેથી કપાસ તથા જુવારના પાકની આડમાં વાવેલ લીલા ગાંજાના ૩૧૭ કિલો જથ્થા સહિત કુલ કિંમત ૧૫,૮૫,૭૦૦/- સાથે એક ઇસમને ઝડપાયો

City Watch News