fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ગુજરાત ભાવનગર

અમદાવાદમાં યોજાનાર શાનદાર શબ્દોત્સવમાં ભાવનગરના ત્રણ કવિઓ

તા. ૧૨-૧-૨૦૨૦ રવિવાર બપોરે ૩.૩૦, કલાકે ટાઉન હોલ, એલીસબ્રીજ અમદાવાદ ખાતે પૂ. મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર શાનદાર શબ્દોત્સવમાં ભાવનગરના ત્રણ કવિઓ એમની
કલાની પ્રસ્તુતિ કરશે. સુપ્રસિદ્ધ કવિશ્રી વિનોદ જોશી, હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ કાવ્યપાઠ કરશે. જેમાં શબ્દ અને સૂરના મહારથીઓ એમની કલા પ્રસ્તુત કરશે. શબ્દોત્સવમાં સર્વશ્રી ભાગ્યેશ જહા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, તુષાર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી ઈત્યાદી જાણીતા કવિઓ સાથે ભાવનગરના ત્રણ કવિઓ કાવ્યપાઠ કરશે. જાણીતા ગાયક આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ આ કવિઓની રચનાને સ્વર આપશે. પૂ. મોરારિબાપુ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વક્તવ્ય આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિશુલ્ક છે. આ જાજરમાન જલસામાં સાહિત્ય અને સંગીતપ્રેમી શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.

 

Related posts

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લેવાનારી વિવિધ કેટેગરીના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ વ્યાસ

City Watch News

દીવ ઓટોરીક્ષા એસોસિએસનના નવા હોદ્દેદારોની વરણી

City Watch News

ગાંધીધામ એક્સપ્રેસમાં થયેલી 80 લાખથી વધુ લૂંટનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

City Watch News