fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
ભાવનગર

જિલ્લાકક્ષા સીનીયર સીટીજન રમતોત્સવ ૨૦૧૯-૨૦માં ભાગ લેવા અનુરોધ કરાયો

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ભાવનગર શહેર દ્વારા સંચાલિત ભાવનગર શહેરકક્ષાના સીનીયર સીટીજનોની સ્પર્ધા ૨૦૧૯-૨૦ અંતર્ગત સીનીયર સીટીજનોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુસર એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સીનીયર સીટીજનની સ્પર્ધાઓનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે. જેથી ભાગ લેનાર તમામ સીનીયર સીટીજન ભાઈઓ-બહેનો સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જી-૨, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર શહેરની કચેરીએથી એન્ટ્રી ફોર્મ મેળવી બાહેંધરી પત્રક તથા રજીસ્ટર ડોક્ટરનું શારીરિક તબીબી યોગ્યતા ધરાવતુ પ્રમાણપત્ર તથા ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા જન્મ તારીખનો દાખલો જોડી એન્ટ્રી ફોર્મ તા. ૨૩/૦૧/૨૦૨૦ સુધીમાં મોકલી આપવાના રહેશે. તારીખ વિત્યા બાદ કોઈ એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેમ જિલ્લા રમત ગમત
અધિકારી, ભાવનગર શહેરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

 

Related posts

ભાવનગર જિલ્લાના ૭૫૦૦ શિક્ષકોએ ઝડપ્યુ જનજાગૃતિનું બીડું

City Watch News

ભાવનગર શહેરના ઘોઘારોડના રહેણાંકી મકાન માંથી ઈંગ્લીશ દારૂની 60 પેટી ઝડપાઇ

City Watch News

પાલીતાણા ટાઉન પોસ્ટેના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી હરીયાણા રાજ્યનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

City Watch News