22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

ફિલ્ડ આઉટરિચ બ્યુરો, દ્વારા જૂના રતનપર ખાતે સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 અભિયાન તેમજ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જીલ્લાના જૂના રતનપર ખાતે ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત
સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અભિયાન તેમજ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના વિભિન્ન અભિયાન જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન તેમજ જલ સરંક્ષણ અભિયાન પણ આ કાર્યક્રમનો એક ભાગ રહ્યા. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સુનીલ પટેલ, સી.ડી.પી.ઓ. શ્રીમતી રેખાબેન પાઠક, ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. સુફિયાનભાઈ, તાલુકા પંચાયત એસ.બી.એમ. વિભાગના શ્રી હેમંતભાઇ ચુડાસમા, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડૉ.દીપલ દવે, નવા રતનપરના સરપંચ શ્રી જગદીશભાઈ બારૈયા, જૂના રતનપરના સરપંચ શ્રી મોહનભાઈ, રાષ્ટ્રીય જલપ્રહરી એવોર્ડ વિજેતા શ્રી મુકેશભાઈ પંડિત તેમજ વિદ્યોદય વિદ્યાસંકુલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ કંટારીયા ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીગણ ઉપસ્થિતિ રહી. પ્રાર્થના- સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો જૂનાગઢ કાર્યાલયના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો.
સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અભિયાન તેમજ પોલિયો રસીકરણ અભિયાન સંદર્ભે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું. સાથે જ ભારત સરકારના વિભિન્ન અભિયાન તેમજ તેની સાથે જોડાયેલ વિભિન્ન યોજનાઓ અંગે કાર્યક્રમ દરમિયાન જાણકારી પુરી પાડી. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુનીલ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચાલતી વિવિધ સ્વાસ્થ્યલક્ષી યોજનાની માહિતી પૂરી પાડવાની સાથે દેશભરમાં શરૂ થયેલ સઘન મિશન ઇન્દ્રધનુષ ૨.૦ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી. દેશનું કોઈ પણ બાળક કોઈ પણ રસી થી વંચિત ન રહી જાય તે જ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું જે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાતી કામગીરી અંગેની માહિતી આપી. ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સુફિયાનભાઈએ પોલિયો રસીકરણ અભિયાન અંગે
જાણકારી આપતા રસીકરણના મહત્વને સમજાવ્યું, સમાજમાં રહેલ રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ તેમજ સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરી રસીકરણ અંગે જાગૃત થવા અપીલ કરી તેમજ પોલિયો રસીકરણ ઝુંબેશ અંગે માહિતી આપી. ઉપરાંત અન્ય મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા સૌને સ્વચ્છતા અંગે પણ જાગૃત કર્યા જેમાં જલપ્રહરી એવોર્ડ વિજેતા શ્રી મુકેશભાઈ પંડિતએ સ્વચ્છતા અંગે જાગૃત થઈ જળ અને જમીન પર થતાં પ્રદૂષણને અટકાવવા માટે અપીલ કરી. સૌને સ્વચ્છતા અંગે સ્વયં શિસ્ત જાળવી. ગામમાં અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની ફરજ હોવાનું જણાવતા તેમણે પર્યાવરણ અને પાણી બચાવો ઝુંબેશમાં પણ સૌને સક્રિય ભાગ ભજવવા અપીલ કરી. વિદ્યોદય વિદ્યાસંકુલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંદર્ભે સરકાર દ્વારા ચાલતી યોજના અને કામગીરીને બિરદાવતા લોકોને સરકારના વિભિન્ન અભિયાનમાં સહયોગ આપવા અને
જોડાવા અપીલ કરી. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ને બંધ કરી તેનાથી પર્યાવરણ ને થતાં નુકશાન ને અટકાવવા અપિલ કરવામાં આવી. પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ થાય તે માટે ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના ભાગરૂપે વિદ્યોદય વિદ્યાસંકુલ શાળામાં સ્વાસ્થ્ય તેમજ રસીકરણ વિષયો પર નિબંધ સ્પર્ધાનું
આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થ્ય અને રસિકરણના વિષયને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના વિજેતાઓને કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ ને સફળ બનાવવા જૂના રતપરની વિદ્યોદય વિદ્યાસંકુલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, આચર્યશ્રી તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી. આશા બહેનો, સામાજિક આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જનસંપર્ક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેનાથી આ કાર્યક્રમનો હેતુ સાર્થક થયો છે.

 

Related posts

તો અમારે “માં” નું અંતિમ મોઢું નથી જોવું, જાવ તમે વિધિ કરી નાખો ઈશ્વરીયા ગામની મૃત માં એટલાંકમાં જીવિત થઈ ગયા

City Watch News

ભાવનગર ખાતે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૫૫.૨૯ કરોડના ખર્ચે ૨૭ મહિનામા સાકાર થનારા ૫૦ MLD ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનુ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ખાતમુહુર્ત કર્યુ

City Watch News

ભાવનગર બાર એસોસિયેશન દ્રારા શેહેરમા સરકારના હેલ્મેટ મુક્તિ નિર્ણયને લઇ ફટાકડા ફોડી આવકાર

City Watch News