22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

૦ થી ૨ વર્ષની વયના રસીથી વંચિત બાળકોને રસીકરણમાં આવરી લેવાનો સુવર્ણ અવસર એટલે મિશન ઇન્દ્ર ધનુષ ૨.૦

ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૦૨/૧૨/૨૦૧૯ થી તા. ૦૨/૦૩/૨૦૨૦ સુધી ચાર રાઉન્ડમાં દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં રસી આપવા માટે મિશન ઇન્દ્ર ધનુષ ૨.૦ નું આયોજન કરવામાં આવેલ છે. . આ મિશન ઇન્દ્ર ધનુષમાં ૦ થી ૨ વર્ષના રસીથી વંચિત રહી ગયેલ બાળકોને રસી આપીને ૧૨ પ્રાણ ઘાતક બીમારીઓથી બચાવવાનો
સુવર્ણ અવસર છે. આપના વિસ્તારમાં એક પણ બાળક રસીથી વંચિત ન રહે તે રીતે કામગીરી કરવાનું આયોજન જિલ્લા પંચાયત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, ભાવનગર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ બધી રસીઓ સરકારી રસીકરણ કાર્યકમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર બિલકુલ મફતમાં આપવામાં આવનાર છે. આ રસીઓ એકદમ સુરક્ષિત અને ઉત્તમ ગુણવત્તાવાળી છે તથા પ્રશિક્ષિત સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવનાર છે. જો આપનું બાળક બે વર્ષથી નાનું છે, તથા તેને કોઈપણ રસી અપાવવાનું રહી ગયેલ હોય તો તેને મિશન ઇન્દ્ર ધનુષ્ય સપ્તાહમાં નજીકના રસીકરણ કેન્દ્ર પર લઈ જઇ રસી મફતમાં અપાવો તેમજ રસીકરણ કેન્દ્ર પર મમતા કાર્ડ જરૂર લઈને જવુ. અગાઉથી આવા રસીકરણ થી વંચિત વિસ્તારોમાં પત્રિકાથી પ્રચાર પ્રસાર, માઇક પ્રચાર ટીવીમાં જાહેરાત આપવામાં આવે છે. ધાર્મિક અને લોક આગેવાનો ના સહકાર દ્વારા ૦ થી ૨ વર્ષના રસી થી વંચિત બાળકોને રસી અપાવી રક્ષિત કરવામાં આવશે.
રસી થી વંચિત બાળકોને રસી અપાવવા તેમજ બાળકોનું જીવન સુરક્ષિત બનાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર તેમજ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા અપીલ કરવામા આવે છે.

 

Related posts

ઠળિયા ગામને “સાંસદ આદર્શ ગામ” તરીકે ઘોષણા કરતા ડો.ભારતીબેન શિયાળ

City Watch News

ઘોઘા તાલુકા આરોગ્ય તપાસણી કાર્યકર્મ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો

City Watch News

ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

City Watch News