22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

તા. ૧૯/૦૧/૨૦૨૦ના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૮૦,૯૯૩ બાળકોને પોલિયો રસી પીવડાવી રક્ષિત કરવાનું આયોજન કરવામા આવ્યુ

ભાવનગર જિલ્લા પંચાયત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૯/૦૧/૨૦૨૦ના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૮૦,૯૯૩ બાળકોને પોલિયો પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમા પ્રથમ દિવસે બૂથ ૧૧૨૦ ઉપર ૪૪૯૩ આરોગ્ય અને અન્ય સ્વયંસેવકો અને સૂપરવાઇઝર દ્વારા કામગીરી કરવામાં આવશે. રસીકરણના બીજા અને ત્રીજા દિવસે તા.૨૦/૦૧/૨૦૨૦
અને તા. ૨૧/૦૧/૨૦૨૦ના રોજ કર્મચારીઓની ટીમ બનાવી કુલ ઘર ૩,૨૬,૦૨૭ મુલાકાત લઈને બાકી બાળકોને રસીકરણ કરવામાં આવશે. આમ એકપણ બાળક પોલયોની રસીના બે ટીપાંથી વંચિત ન રહે તે રીતે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. પોલિયોની રસી આપવા માટે બૂથ અને ઘરની મુલાકાત કેમ લેવી તે અંગેની તાલીમ આપવામાં આવશે, માઇક પ્રચાર પ્રસાર, ઢોલ ટિપાવવો, એરિયા બેનર અને બૂથ બેનર લગાવવામાં આવશે, મિટિંગ કરવી, પોલિયો રવિવાર અંગે ભીતસૂત્રો લખવામાં આવશે, તથા કેબલ ટી.વી.માં જાહેરાત આપવામાં આવશે, ધાર્મિક અને લોક આગેવાનોના સહકાર દ્વારા ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી રક્ષિત કરવામાં આવશે. માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવીયાડ તેમજ ડૉ. પી.વી.રેવર, જિલ્લા આર.સી.એચ.ઑ ભાવનગર તથા જિલ્લાના તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા આપના વિસ્તારના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવા વાલીઓને અપીલ કરવામા આવેલ છે.

 

Related posts

ભાવનગર ખાતે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૫૫.૨૯ કરોડના ખર્ચે ૨૭ મહિનામા સાકાર થનારા ૫૦ MLD ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનુ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ખાતમુહુર્ત કર્યુ

City Watch News

બદલાતા યુગમા વારસાઈ નોંધ પાડવા માટે લોકો ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિતોને લેખીત સુચનાઓ આપી

City Watch News

ભાવનગર તાલુકાના ખેતાખાટલી ગામ ખાતે તા. ૧૩ ડિસેમ્બરના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

City Watch News